ચીને તાઈવાનને ઘેર્યું: તાઈવાન નજીક દરિયાઈ વિસ્તારમાં ચીનનો સૈન્ય અભ્યાસ, સંરક્ષણ મંત્રાલયની વેબસાઈટ પર સાઈબર અટેક

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ચીનની ચેતવણી છતાં યુએસ હાઉસના સ્પીકર નેન્સી પેલોસી ગઈકાલે એટલે કે 3 ઓગસ્ટના રોજ તાઈવાનની મુલાકાત લીધી હતી હતી. આ દરમિયાન તેમણે તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેન અને અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. જેણે લઈને ચીન ધુંઆપુંઆ થઇ ગયું છે. ચીને તાઈવાન પર દબાણ બનાવવા તાઇવાન નજીક સમુદ્રમાં સૈન્ય અભ્યાસ શરુ કરી દીધો છે.
ગ્લોબલ ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું છે કે તાઈવાન નજીકના દરિયાઈ વિસ્તારમાં સૈન્ય કવાયતમાં ચીન પ્રથમ વખત લાંબા અંતરની આર્ટિલરી (Long Range Artillery) અને ડીએફ-17 હાઈપરસોનિક મિસાઈલ (DF-17 Hypersonic Missiles)નો ઉપયોગ કરશે.

“>

ચીનના સરકારી ટેલિવિઝનએ આપેલા અહેવાલ મુજબ ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ તાઈવાનની આસપાસના દરિયાઈ અને એરસ્પેસમાં લાઈવ ફાયરિંગ શરૂ કરી દીધું છે. આ સૈન્ય કવાયત રવિવારે બપોરે 12.00 વાગ્યે (04:00 GMT) સમાપ્ત થશે.  સૈન્ય કવાયત દમાટે તાઈવાન ટાપુની આસપાસના છ મુખ્ય વિસ્તારો પસંદ કરવામાં આવ્યા છે અને આ સમયગાળા દરમિયાન કોઈપણ જહાજો અને વિમાનોએ સંબંધિત દરિયાઇ વિસ્તારો અને એરસ્પેસમાં પ્રવેશ કરવો  નહીં.
ગાર્ડિયનમાં એક અહેવાલ અનુસાર બે અજાણ્યા વિમાન તાઈવાનના હવાઈ ક્ષેત્રમાં ફ્લાઇટ ટ્રેકર્સ પર દેખાયા છે અને તાઇવાનના દક્ષિણ કિનારે ચક્કર લગાવી રહ્યા છે.
તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે મંત્રાલયની વેબસાઈટ પર સાઈબર એટેક કરવામાં આવ્યો છે. મંત્રાલયની વેબ સાઇટ અસ્થાયી રૂપે ઑફલાઇન થઇ ગઈ હતી. સંરક્ષણ મંત્રાલય સાયબર સુરક્ષા વધારવા માટે અધિકારીઓ સાથે મળીને કામ કરી રહી છે કારણ કે ચીન સાથે વધી રહેલા તણાવ વચ્ચે આ ઘટનાઓ ચિંતાજનક છે.
નોંધનીય છે કે આ અઠવાડિયાની શરૂઆતમાં તાઈવાનના રાષ્ટ્રપતિ કાર્યાલય સહિત ઘણી સરકારી વેબસાઇટ્સ પર વિદેશથી સાયબર હુમલાઓ થયા હતા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ હુમલા ચીન અને રશિયા દ્વારા કરવામાં આવી રહ્યા છે.
અમેરિકાના આ પગલાથી નારાજ ચીન વિફર્યું છે. પહેલીવાર શી જિનપિંગની વન ચાઇના પોલિસીને અમેરિકાએ સીધો પડકાર ફેંક્યો છે. ચીને તાઈવાન પર ઘણા આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. હવે લશ્કરી કવાયત પણ ચાલી રહી છે. ત્યારે જોવું એ રહ્યું કે શું ચીન તાઈવાન પર સૈન્ય હુમલો કરશે? શું યુક્રેન સાથે થયું તેમ તેમ અમેરિકા ચીનને ઉશ્કેર્યા બાદ તાઈવાનને તેના ભરોશે છોડી દેશે? હાલ તો અમેરિકાએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે જેને કારણે તાઈવાનાના નાગરીકો ચિંતામાં મુકાયા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.