વોશિંગ્ટનઃ અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકને શુક્રવારે અમેરિકા અને ચીન વચ્ચે વધતા તનાવને રોકવા માટે બીજિંગના પોતાના પ્રવાસને રોકી દીધો હતો. અલબત્ત, બીજિંગે એર બલૂન પોતાનો હોવાનું સ્વીકાર્યું હતું, પરંતુ એ હવામાનની તપાસ કરનાર બલૂન હોવાનું જણાવ્યું હતું. બલૂન પોતાનું હોવાનું ચીને સ્વીકાર્યા પછી અમેરિકાએ તેને ટાર્ગેટ બનાવીને ધ્વંસ્ત કર્યો હતો. અમેરિકાએ સ્પાય બલૂનને તોડી નાખવામાં આવ્યા પછી ચીને તેની આકરી ટીકા કરી હતી. ચીને અમેરિકાની ઝાટકણી કાઢતા લખ્યું હતું કે વાસ્તવિક રીતે જોવામાં આવે તો આ અમેરિકાનું ઓવરરિએક્શન છે અને આંતરરાષ્ટ્રીય માપદંડોનું ગંભીર ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો હતો. ચીનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું. અનમેન્ડ સિવિલિયન એરશિપ પર હુમલો કરવા માટે યુનાઈટેડ સ્ટેટ્સ દ્વારા કરવામાં આવેલા બળપ્રયોગ અંગે જોરદાર અસંતોષ અને વિરોધ વ્યક્ત કરે છે. એટલું જ નહીં, ચીને લખ્યું હતું કે આ મુદ્દે જરુરી પ્રતિક્રિયા આપવાનો અધિકાર પણ પોતાના પક્ષે સુરક્ષિત રાખશે. આ મુદ્દે અગાઉ પેન્ટાગોનના અધિકારીએ કહ્યું હતું કે આ એર બલૂને ઉત્તર અમેરિકા પર ઉડ્ડાન ભરીને અનેક દિવસ વીતાવવાને કારણે વોશિંગ્ટન અને બીજિંગની વચ્ચે તનાવનું નિર્માણ કર્યું હતું, પરિણામે શનિવારે એફ-22 જેટથી મિસાઈલથી હુમલો કરીને તેનું ધ્વંસ્ત કર્યું હતું. આ મુદ્દે અમેરિકાએ લખ્યું હતું કે મિસાઈલથી કરવામાં આવેલી કાર્યવાહી કાયદેસરની છે. અલબત્ત,
ચીન દ્વારા અમારા સાર્વભૌમત્વના અસ્વીકાર્ય ઉલ્લંઘનના જવાબમાં કરવામાં આવ્યું. યુએસ અધિકારીઓએ ગુરુવારે પ્રથમ વખત જણાવ્યું હતું કે તેઓ અમેરિકાના આકાશમાં મોટા ચાઇનીઝ “સર્વેલન્સ બલૂન” ને ટ્રેક કરી રહ્યા છે. આ કારણે અમેરિકા-ચીન વચ્ચે વધી રહેલા તનાવને રોકવા માટે અમેરિકી વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકને શુક્રવારે તેમની બીજિંગની મુલાકાત રદ કરી હતી.