Homeટોપ ન્યૂઝચીને ક્વોરન્ટાઇનનો સમયગાળો ઘટાડ્યો, ભારતીય પ્રવાસીઓને આવકારવા ટ્રાન્ઝિટ નિયમો હળવા કર્યા

ચીને ક્વોરન્ટાઇનનો સમયગાળો ઘટાડ્યો, ભારતીય પ્રવાસીઓને આવકારવા ટ્રાન્ઝિટ નિયમો હળવા કર્યા

પ્રવાસન ઉદ્યોગ એ ચીનના અર્થતંત્રના વિકાસનો નોંધપાત્ર ભાગ છે. જોકે, કોવિડ-19 રોગચાળો અને પ્રતિબંધોને કારણે ચીનની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોવિડ-19 પછી, ઘણા દેશોએ આંતરરાષ્ટ્રીય પર્યટન માટે તેમની સરહદો ફરીથી ખોલી છે અને ચીને પણ આવું જ કરવાનો સમય આવી ગયો છે, એમ જણાવતા ચીને નવી ટ્રાવેલ પોલિસી બહાર પાડી છે.
દિલ્હીમાં ચાઈનીઝ એમ્બેસીએ ચીનની મુલાકાતે જનારાઓ માટે નવા નિયમોની જાહેરાત કરી છે, જેમાં ઈનબાઉન્ડ પ્રવાસીઓ માટે ક્વોરેન્ટાઈનનો સમયગાળો ટૂંકો કર્યો છે. ચીન જનારા મુસાફરોએ બોર્ડિંગના 48 કલાકની અંદર બેને બદલે માત્ર એક જ RT-PCR ટેસ્ટ લેવાની રહેશે. ઉપરાંત, મુસાફરોએ કોવિડ નેગેટિવ સર્ટિફિકેટ સાથે ગ્રીન હેલ્થ કોડ માટે અરજી કરવી પડશે. વધુમાં, કાયમી ચાઇનીઝ સરનામાંવાળા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ક્વોરેન્ટાઇન સમયગાળો પાંચ દિવસ તેમજ ત્રણ દિવસના હોમ આઇસોલેશનનો છે. જો કે, જેમને કાયમી સરનામાં નથી તેઓને આઠ દિવસના ક્વોરન્ટાઇનની જરૂર પડશે. અગાઉ જરૂરી આઇસોલેશન સમયગાળો દસ દિવસનો હતો.

RELATED ARTICLES

Most Popular