આજકાલ ટેક્નોલોજી એટલી હદે આગળ વધી ગઈ છે આપણે કલ્પના પણ ના કરી શકીએ અને એ વસ્તુ આંખની પલક ઝપકતાં વારમાં નહીં વિચારેલી વાત થઈ જાય છે. હવે આ જ દિશામાં આગળ વધીએ અને વાત કરીએ તો હાલમાં ચીન દ્વારા એક એવા ડિવાઈસની શોધ કરવામાં આવી છે કે જેને કારણે તમને કિસ કરવા માટે કોઈ પાર્ટનરની જરૂર નહીં પડે. આ નવી ટેકનોવોજીથી તમે દૂર બેઠેલા પાર્ટનરને ફિલ લઈ શકશો. હાલમાં સોશિયલ મીડિયા પર આ ડિવાઇસની ચર્ચા પર ચાલી રહી છે.
એક ચીની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂર્વ ચીનના જિયાંગસુ પ્રાંતની એક યુનિવર્સિટીએ આ કિસિંગ ડિવાઇસની શોધ કરી છે અને આ ડિવાઈસ એ હોઠના આકારનું છે, જે બ્લૂટૂથ અને એક એપ્લિકેશન દ્વારા ફોન સાથે જોડાયેલું છે. ફોનને ડિવાઈસમાં પ્લગ કરીને તેનો ઉપયોગ કરી શકાય છે. વાયરલ તસવીરોમાં એ પણ જોઈ શકાય છે કે લોકો તેનો કેવી રીતે કરી રહ્યા છે.
આ ઉપકરણમાં એક સેન્સર લગાવવામાં આવ્યું છે જેથી કિસ કરતી વખતે હોઠ રિયલ છે એવી ફિલ આવવા લાગે છે. એટલું જ નહીં, આ ડિવાઈસથી કિસ કરનાર વ્યક્તિ હોઠનું દબાણ, હલનચલન અને તાપમાનનો અનુભવ પણ કરી શકે છે. આ જ કારણસર તેને રિમોટ કિસિંગ ડિવાઇસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અન્ય એક મીડિયા રિપોર્ટ અનુસાર, તેને બનાવનાર વૈજ્ઞાનિકે કહ્યું કે તે તેની ગર્લફ્રેન્ડ સાથે લાંબા અંતરના સંબંધમાં હતો અને માત્ર ફોન દ્વારા જ સંપર્ક કરી શકતો હતો, આ જ કારણસર આવું અનોખું ડિવાઈસ બનાવવાનો આઈડિયા તેને આવ્યો.
રિપોર્ટ્સમાં એવું પણ કહેવાઈ આવી રહ્યું છે કે આ ડિવાઈસ ચીનની ઈ-કોમર્સ વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે, જેની કિંમત 288 યુઆન (લગભગ 3400 રૂપિયા) રાખવામાં આવી છે. જો કે, આ ઉપકરણનો ઉપયોગ કરવા માટે, વપરાશકર્તાઓએ એક મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. પછી પાર્ટનરને પણ આ જ કામ કરવું પડશે અને આવી સ્થિતિમાં તેઓ દૂર રહીને પણ એકબીજાની હૂંફનો અનુભવ કરી શકે છે.
બોલો હવે આ કામ કરવા માટે પાર્ટનરની જરૂર નહીં પડે!
RELATED ARTICLES