‘ડાહી સાસરે જાય નહીં ને ગાંડીને શિખામણ આપે.’
ચીન અને ઈરાને પરસ્પર પાડોશી અફઘાનિસ્તાનને મહિલાઓના કામ અને શિક્ષણ પરના પ્રતિબંધોને સમાપ્ત કરવા વિનંતી કરી છે. ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસી દ્વારા બેઇજિંગની મુલાકાતના અંતે ગુરુવારે જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં આ હાકલ કરવામાં આવી હતી.
ચીન અને ઇરાને તેમના સંયુક્ત નિવેદનમાં અફઘાન શાસકોને એક સર્વસમાવેશક સરકાર બનાવવાનું સૂચન કર્યું છે, જેમાં તમામ વંશીય જૂથો અને રાજકીય જૂથો ખરેખર ભાગ લઇ શકે. એ ઉપરાંત તેમણે અફઘાની મહિલાઓ, વંશીય લઘુમતીઓ અને અન્ય ધર્મો સામેના તમામ ભેદભાવપૂર્ણ પગલાં રદ કરવાનું પણ સૂચન કર્યું છે. આ સંયુક્ત નિવેદનમાં અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ માટે યુએસ અને તેના નાટો સાથીઓને જવાબદાર ગણવામાં આવ્યા છે. ઇરાનમાં મહિલાઓ માટે હિજાબ પહેરવો ફરજિયાત છે. એના વિરોધમાં તાજેતરમાં ઘણા રમખાણો પણ થયા હતા, જેમાં મહિસા અમીની નામની મહિલાનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. ઇરાનની સરકારે આ વિરોધને કટ્ટર હાથે દબાવી દીધો હતો. જ્યારે ચીનમાં પણ ઉઇગર મુસ્લિમો પર થઇ રહેલા અત્યાચારો જગજાહેર છે. એવા સમયે આ બંને દેશો અફઘાનને શિખામણ આપવા નીકળ્યા છે, એ જોઇને ગુજરાતી કહેવત યાદ આવે છે કે ‘ડાહી સાસરે જાય નહીં ને ગાંડીને શિખામણ આપે