Homeટોપ ન્યૂઝચીનમાં કોરોનાને કારણે પરિસ્થિતિ બેકાબૂ, સ્મશાનમાં મૃતદેહોના ઢગ ખડકાયા

ચીનમાં કોરોનાને કારણે પરિસ્થિતિ બેકાબૂ, સ્મશાનમાં મૃતદેહોના ઢગ ખડકાયા

હાલમાં ચીનમાં કોરોનાની ખૂબ જ ખતરનાક લહેર ચાલી રહી છે. જ્યારથી ઝીરો-કોવિડ પોલિસી દૂર કરવામાં આવી છે, ત્યારથી ત્યાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના કારણે દરરોજ 5,000 થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ચીનની રાજધાની બીજિંગ સહિત દેશના વિવિધ વિસ્તારોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દરરોજ લાખો નવા દર્દીઓ આવવાના કારણે લોકોને હોસ્પિટલોમાં પથારીઓ મળી રહી નથી, અને દવાઓની પણ અછત સર્જાઇ છે.
ચીનની માનવાધિકાર કાર્યકર્તા જેનિફર ઝેંગે એક વીડિયો ટ્વીટ કર્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે લોકોને અંતિમ સંસ્કાર માટે 24 કલાક રાહ જોવી પડે છે. એવા અહેવાલો છે કે સ્મશાન સ્થળો પર મૃતદેહોના ઢગલા થઈ રહ્યા છે. વાયરલ વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો અંતિમ સંસ્કારમાં મદદ કરી રહ્યા છે તેઓ કોવિડ પોઝિટિવ હોવાનું કહેવાય છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આવનારા મહિનાઓમાં ચીનમાં લગભગ 80 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ શકે છે અને 10 લાખથી વધુ લોકોના મોત થઈ શકે છે.

ચીનના શેનયાંગ શહેરમાં પણ પરિસ્થિતિ બેકાબુ છે. હૉસ્પિટલો અને સ્મશાનોમાં લાશોના ઢેર લાગ્યા છે અને અનેક દિવસનું લાંબુ વેઇટિંગ છે. લોકો મૃતદેહને સ્મશાનગૃહની સામે જમીન પર રાખીને જતા રહેવા માંડ્યા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ ચીનમાં કોરોનાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. WHOના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે 21 ડિસેમ્બરે જિનીવામાં કહ્યું હતું કે ચીનમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા મામલાઓને લઈને સંગઠન અત્યંત ચિંતિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular