આદિત્ય ઠાકરે વિરુદ્ધ થશે FIR, આ છે આરોપ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

શિવસેનાના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરેની મુશ્કેલી વધી શકે છે. આરેના જંગલ બચાવવા માટે શરૂ કરવામાં આવેલી ઝુંબેશમાં બાળકોનો ઉપયોગ કરવાને લઇને રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR)એ તેમની વિરુદ્ધ એફઆઇઆર નોંધવા કહ્યુ છે. NCPCRએ સોમવારે મુંબઈ પોલીસને નોટિસ મોકલીને આ મામલે કાર્યવાહી કરવા માટે કહ્યું છે.

ફરિયાદ છે કે આદિત્ય ઠાકરેએ આરે મેટ્રો કાર શેડ પ્રોજેક્ટના વિરોધમાં રવિવારે પ્રદર્શન કર્યું હતું. આ રાજકીય ઝુંબેશમાં એમણે બાળકોને સામેલ કર્યા હતા. આદિત્ય ઠાકરે શિવસેનાથી જોડાયેલી યુવા સેનાના અધ્યક્ષ છે. યુવા સેનાના બેનર હેઠળ એમણે આરે બચાવોની ઝુંબેશ શરૂ કરી અને આ રાજકીય ઝુંબેશમાં એમણે સગીરોને બોલાવ્યા હતા.

નોંધનીય છે કે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે આરેમાં મેટ્રો કારશેડ બાંધવાની યોજના તૈયાર કરી હતી. આ સંબંધિત 25 ટકા કામ પણ થઇ ગયુ હતું. એ પછી મહાવિકાસ આઘાડી સરકારના કાર્યકાળમાં વર્ષ 2020માં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પર્યાવરણના નુકસાનનો હવાલો આપીને મેટ્રો કારશેડને આરેની જગ્યાઅ કાંજુરમાર્ગમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો. હવે ફરી એકવાર રાજ્યમાં શિંદે-ફડણવીસની સરકાર આવતા ઠાકરે સરકારનો નિર્ણય બદલવામાં આવ્યો છે. મેટ્રો કારશેડને આરેમાં જ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આનો વિરોધ કરવા માટે આદિત્ય ઠાકરેએ આરે બચાવો ઝુંબેશ શરૂ કરી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.