મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સુરતમાં તિરંગાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું, હર ઘર ત્રિરંગા ગીત લોન્ચ કર્યું

આપણું ગુજરાત

Surat: આગામી 15મી ઓગસ્ટના રોજ ભારતની આઝાદીના 75 વર્ષ પુરા થવા જઈ રહ્યા છે ત્યારે દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવ(Azadi ka amrut mahotsav) અંતર્ગત તિરંગાયાત્રાનું(Tirangayatra) આયોજન થઇ રહ્યું છે. આજે સુરતમાં તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું છે. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકો હાથમાં તિરંગો લઇ એકઠા થયા હતા. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) તિરંગો લહેરાવી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવી, કેબીનેટ પ્રધાન પુર્ણેશ મોદી અને કનુભાઈ દેસાઈ, રાજ્ય કક્ષાના પ્રધાન વિનોદ મોરડિયા, સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલા અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા. રાજ્યની ૮ મહાનગરપાલિકાઓમાં તારીખ ૪ થી ૧૨ ઓગસ્ટ વચ્ચે તિરંગા યાત્રા યોજાશે.
આ તિરંગા પદયાત્રા ડુમસ રોડ લાલભાઈ કોન્ટ્રાકટર થી રાહુલરાજ મોલ થઈ કારગીલચોક સુધી યોજાનાર છે. મુખ્યપ્રધાને હર ઘર ત્રિરંગા ગીત લોન્ચ કરી જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ જે હાકલ કરી છે તેને ઝીલી લઈએ અને ઘર ઘર તિરંગો લહેવારાવીએ. સુરતીઓ ખાનપાનના શોખીન છે એટલા જ દેશપ્રેમી છે. આ યાત્રામાં મોટી સંખ્યામા જોડાશો તેવી અમારી અપેક્ષા છે. ગુજરાતથી દેશભરમાં સંદેશો પહોંચવો જોઇએ.

વિશાળ સંખ્યામાં લોકો હાથમાં તિરંગો લઇ તિરંગાયાત્રામાં જોડાયા

સી. આર.પાટીલે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ દેશભરમાં ઘર ઘર ત્રિરંગો પહોંચાડવા માટે પ્રયાસ કર્યા છે. લોકોએ પોતાના ખર્ચે ધ્વજ ખરીદવા જોઈએ. દરેક વ્યક્તિએ પોતાના સોશિયલ મીડિયા પર તિરંગાનું પ્રોફાઈલ પિક્ચર મૂકજો. દરેક વ્યક્તિ પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવી શકશે. ધ્વજ ફરકાવવા માટેનાં નિયમનોમાં ફેરફાર કર્યા છે

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.