Homeઆમચી મુંબઈમુખ્ય પ્રધાન અને પ્રધાનો નાસમજ?:કેબિનેટ પ્રધાનોની ફાઈનલ ઓથોરિટી પર તરાપ

મુખ્ય પ્રધાન અને પ્રધાનો નાસમજ?:કેબિનેટ પ્રધાનોની ફાઈનલ ઓથોરિટી પર તરાપ

નિવેદનો પર કરેલી ટિપ્પણી અને સહીની કોઈ કિંમત નથી: મુખ્ય પ્રધાને પોતે જ વહીવટીતંત્રને આપ્યો આદેશ: ટિપ્પણીનું પાલન કરવું આવશ્યક ન હોવાનું જણાવ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન તેમ જ અન્ય પ્રધાનો દ્વારા તેમને મળેલા નિવેદનો/પ્રસ્તાવ પર કરેલી ટિપ્પણીઓને અંતિમ માનવામાં આવતી હતી, પરંતુ હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હવે એવો આદેશ બહાર પાડ્યો છે કે આવી રીતે નિવેદનો પર કરવામાં આવેલી ટિપ્પણી અને તેના પર મુખ્ય પ્રધાને કે કોઈપણ પ્રધાને સહી કરી હોય તો તેને અંતિમ મંજૂરી ગણવી નહીં. આ આદેશનો અર્થ એવો કાઢવામાં આવી રહ્યો છે કે મુખ્ય પ્રધાન અને પ્રધાનો નાસમજ છે કે પછી તેમને ક્યાં કેવી ટિપ્પણી કરવી અને સહી કરવી તેની જાણ નથી? આ આદેશને પગલે આગામી દિવસોમાં રાજ્યમાં અમલદારશાહી જોર પકડે એવી સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે.
મુલાકાતીઓ દ્વારા મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન તેમ જ કેબિનેટ પ્રધાનો દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને તેમનો આદેશ માનવામાં આવતો હતો અને અધિકારીઓ આવી ટિપ્પણીને આધારે વિવિધ કાર્યવાહી પણ કરતા હતા. આવી જ રીતે આવા નિવેદનો લાવનારા લોકો પણ એવો આગ્રહ રાખતા હતા કે પ્રધાનો દ્વારા કાર્યવાહીને મંજૂરી આપવામાં આવી હોવાથી સંબંધિત બાબતે કાર્યવાહી કરવી.
ઘણી વખત એવું જોવા મળતું હતું કે નિવેદન પર કરવામાં આવેલી ટિપ્પણી કાયદા અને નિયમોને અનુસાર હોતી નથી. આવા કેસમાં સંબંધિત કાર્ય નિયમ અને કાયદાને અનુરૂપ ન હોવા છતાં પ્રધાને સહી કરી હોવાથી તેને કરવા માટે દબાણ લાવવામાં આવતું હતું.
આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને સરકારના નિર્ણયમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે હવેથી મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન અને કેબિનેટ પ્રધાનો દ્વારા નિવેદન પર કરાયેલી ટિપ્પણી અને સહીને અંતિમ માનવાને બદલે અમલદારોએ પ્રવર્તમાન કાયદા અને નિયમોની ચકાસણી કરીને આગળની કાર્યવાહી કરવી.
સરકારી આદેશમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો આવી રીતે કરવામાં આવેલી ટિપ્પણી કાયદા કે નિયમને અનુરૂપ ન હોય તો તેની જાણ સંબંધિત સહી કરનારા મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન અને પ્રધાનને આપવાનું ફરજિયાત રહેશે.
———–
અધિકારીઓની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી
એકનાથ શિંદે રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા બાદ સંબંધિત વિધાનસભ્યો એવો આગ્રહ કરી રહ્યા હતા કે તેમના સમર્થક વિધાનસભ્યોના નિવેદનો પર મુખ્ય પ્રધાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી મુજબ તાત્કાલિક પગલાં લેવામાં આવે. જોકે, અનેક નિવેદનો એવા છે, જેમાં કાર્યવાહી નિયમને અનુરૂપ નથી તેમ છતાં મુખ્ય પ્રધાને ટિપ્પણી અને સહી કરી આપી હતી અને તેથી જ આ વિધાનસભ્યો દબાણ લાવી રહ્યા હોવાથી અધિકારીઓની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી હાલત થતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular