PMLA પ્રકરણે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ Congress નેતા પર સુબ્રમણ્યમ સ્વામીએ કર્યો કટાક્ષ! કહ્યું, ચિકન પોતે જ ફ્રાય થવા આવી ગયું

દેશ વિદેશ

સુપ્રીમ કોર્ટે બુધવારે PMLA (Prevention of Money Laundering Act) ની અનેક જોગવાઈઓ બંધારણીયતાને પડકારતી અરજીઓની સુનાવણી કરતા EDની સત્તા જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. PMLA હેઠળ મિલકતોની તપાસ, ધરપકડ અને સંપત્તિને ટાંચમાં લેવા જેવી EDની સત્તાને જાળવી રાખી છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે મની લોંડરિંગ હેઠળની પ્રક્રિયા મનમરજી મુજબનું નથી.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ વિપક્ષને ઝટકો લાગ્યો છે અને ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને નાણા પ્રધાન પી. ચિદંબરમ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે PMLA મામલે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય પી. ચિદંબરમ અને અન્ય રાજકારણીઓ માટે ચિકન પોતે જ ફ્રાય થવા આવી ગયું જેવું છે. યુપીએ સરકાર જ્યારે સત્તા પર હતી ત્યારે પી. ચિદંબરમે પોતે ઈડીને સત્તા આપી આપી હતી.
પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ, મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી અનિલ દેશમુખ, જમ્મુ અને કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સહિત 242 અરજદારોએ પીએમએલએ હેઠળ ED દ્વારા કરવામાં આવતી ધરપકડ, જપ્તી અને તપાસની પ્રક્રિયાને પડકારવામાં આવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.