Homeઆમચી મુંબઈકોશ્યારીને પાછા બોલાવો: અશોક ચવ્હાણ

કોશ્યારીને પાછા બોલાવો: અશોક ચવ્હાણ

નાંદેડ: કૉંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે મંગળવારે એવી માગણી કરી હતી કે છત્રપતિ શિવાજી મહારાજ અંગેની ટિપ્પણીને પગલે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને તેમના પદ પરથી હટાવી દેવા જોઈએ.
નાંદેડમાં રાજ્યપાલ સામે કૉંગ્રેસના કાર્યકર્તાઓ સામે આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે ચવ્હાણે ઉપરોક્ત માગણી કરી હતી.
ઔરંગાબાદમાં એક કાર્યક્રમ વખતે કોશ્યારીએ કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ જૂના દિવસોના આદર્શ હતા. આ ટિપ્પણીને પગલે મહારાષ્ટ્રમાં રાજકીય વિરોધનો વંટોળ ફૂંકાયો છે. એનસીપી, કૉન્ગ્રેસ, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને અન્ય પક્ષોના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને તેમના રાજીનામા માટે આંદોલન કરી રહ્યા છે.
રાજ્યપાલ દ્વારા કરવામાં આવેલા નિવેદનને કારણે લોકોમાં રોષ જાગ્યો છે. આ ફક્ત એક જ પક્ષ પુરતો મર્યાદિત નથી. આ રાષ્ટ્રીય સન્માનનો પ્રશ્ર્ન છે, એમ તેમણે કહ્યું હતું.
આ પહેલી વખત નથી જ્યારે રાજ્યપાલે આવું વિવાદાસ્પદ નિવેદન કર્યું હોય. બંધારણીય પદે બેઠેલી વ્યક્તિ દ્વારા આવું વક્તવ્ય કરવું અયોગ્ય છે.
કોશ્યારીને રાજ્યપાલના પદેથી હટાવીને રાષ્ટ્રપતિ (દ્રોપદી મુર્મુ) દ્વારા પાછા બોલાવી લેવામાં આવવા જોઈએ. રાજ્યપાલને કોઈ ગતાગમ નથી કે છત્રપતિ શિવાજી મહારાજની તુલના કોની સાથે કરવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular