રામનવીમીના આગલા દિવસે છત્રપતી સંભાજીનગરમાં રાત્રે 1 વાગે બે જૂથ વચ્ચે મારા-મારી થઇ હતી. તોફાનીઓએ ખાનગી અને પોલીસ એમ મળીને કુલ 13 ગાડીઓમાં આગ લગાવી હતી. પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા પોલીસને હવામાં 12 રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. પોલીસ કમિશનરે અફવાઓથી દૂર રહેવા નિવેદન કર્યું છે.
Maharashtra | A clash broke out between two groups in Chhatrapati Sambhajinagar’s Kiradpura area
Stones were pelted, some private & police vehicles were set on fire. Police used force to disperse the people and now the situation is peaceful. Police will take strict action… pic.twitter.com/u9qa5XYyPk
— ANI (@ANI) March 30, 2023
પ્રાપ્ત વિગતો અનુસાર છત્રપતી સંભાજીનગરમાં આવેલ કિરાડપુરામાં બે જૂથ વચ્ચે મારા-મારી થઇ હતી. પોલીસની કાર્યવાહી બાદ પરિસ્થિતિ કાબૂમાં આવી છે. શહેરના નામાંતરણના એક જ મહિનામાં સંભાજીનગરમાં મોટી ઘટના બની છે. રામનવમીની પાર્શ્વભૂમિ પર રામમંદિરના પરિસરમાં તૈયારી થઇ રહી હતી. ત્યાં અચાનક જ યુવાનોના કોઇ એક જૂથ દ્વારા રામનવમીની તૈયારી કરી રહેલ જૂથ પર પત્થરબાજી કરવામાં આવી હતી. જોતજોતામાં પરિસ્થિતિએ રૌદ્ર સ્વરુપ લીધુ હતું. તોફાનીઓએ પોલીસ અને પ્રાઇવેટ મળીને 13 ગાડીઓમાં આગ લગાવી હતી. કેટલાંક પોલીસ જવાનો પણ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો જાણવા મળી છે. પરિસ્થિતિ કાબૂમાં લાવવા માટે પોલીસે હવામાં 12 ગોળી ચલાવી હતી. એટલું જ નહી પરિસ્થિતિ એટલી વિફરી કે પોલીસને અશ્રુગેસનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુરુવારે મનાવવામાં આવનાર રામનવમીની દેશભરમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે. ત્યાં છત્રપતી સંભાજીનગરના રામ મંદિરમાં પણ તૈયારી પૂર જોશમાં ચાલી રહી હતી. રાત્રે લગભગ 12 વાગે બે જૂથ વચ્ચે બોલાચાલીથી થઇ હતી. બંને જૂથ વચ્ચે શરુઆતમાં બોલાચાલી થઇ જે ગાળા ગાળી સુધી પહોંચી અને વિવાદ વકર્યો. બંને જૂથ વચ્ચે ઘોષણાબાજી શરુ થઇ ગઇ અને પરિસ્થિતિ બગડતા પોલીસને આકરી કાર્યવાહી કરવી પડી હતી. હાલમાં આઝાદ ચૌકથી સિટી ચૌક સુધી પોલીસ બંદોબંસ્ત છે. અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે. જોકે આ ઘટનામાં કેટલાકં પોલીસ જવાનો પણ જખમી થયા હોવાની માહિતી પોલીસ સૂત્રોમાંથી મળી હતી. તથા પોલીસે અફવાઓ પર વિશ્વાસ ન રાખવા અને જે કોઇ નિયમોનો ભંગ કરશે તેના પર આકરી કાર્યવાહી કરવામાં આવશે એવી સૂચના પણ આપી હતી.