પાલઘર: અહીંના મુંબઈ-અમદાવાદ હાઈ-વે પર કેમિકલના ટેન્કરમાં એકાએક ભયાનક આગ લાગી હતી, પરિણામે હાઈ-વે પરના વાહનવ્યવહારને અસર થઈ હતી. સદ્નસીબે આગને નિયંત્રણમાં લઈ લેવાથી કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. બુધવારે મેધવાન ખિંદ વિસ્તાર નજીક આ અકસ્માત થયો હતો, પરંતુ તેમાં કોઈને જાનહાનિ થઈ નહોતી, એમ કાસા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. આગ લાગ્યા પછી ટેન્કરનો ડ્રાઈવર અને ક્લિનર સિફતપૂર્વક બહાર નીકળી ગયા હતા. આગ લાગ્યા પછી ફાયર બ્રિગેડના જવાન દ્વારા બે કલાક પછી આગને નિયંત્રણમાં લાવ્યા હતા, પરંતુ તેને કારણે મુંબઈ-અમદાવાદ વચ્ચેના વાહનવ્યવહાર પર અસર થઈ હતી. આ આગ કઈ રીતે લાગી હતી તેનું કારણ જાણી શકાયું નથી. જોકે, આ અકસ્માતને કારણે હાઈ-વે પર લગભગ બે કલાક ટ્રાફિકજામ રહ્યો હતો, તેથી વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી હતી, એમ વાહનચાલકોએ જણાવ્યું હતું.
મુંબઈ-અમદાવાદ હાઈ-વે પર કેમિકલના ટેન્કરમાં લાગી આગ, ટ્રાફિકજામ
RELATED ARTICLES