honor killing

ગાંધીનગરના અડલજ પાસે અજાણ્યા પુરુષ અને મહિલાના કંકાલ સળગેલી હાલતમાં મળતા હડકંપ, ઓનર કિલિંગની આશંકા

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

રાજ્યના પાટનગર ગાંધીનગર પાસે આવેલા અડાલજમાં નર્મદા કેનાલ નજીક એક નિર્જન જગ્યાએથી એક પુરુષ અને એક મહિલાના કંકાલ સળગેલી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે કંકાલને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. પોલીસ અધિકારીઓને આશંકા છે કે આ ઓનર કિલિંગનો મામલો હોઈ શકે છે.

ઘટનાની માહિતી પ્રમાણે ગત ગુરુવારે ગ્રામવાસીઓને નર્મદા કેનાલ પાસે હાડકાં વિખરાયેલાં મળી આવતા ફફડાટ ફેલાયો હતો. જેની જાણ કરાતા અડાલજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ અધિકારીઓએ જોયુ કે રખડતા કૂતરાઓએ હાડકાંઓ ચાવી રહ્યા હતા. આ દ્રશ્ય જોઇને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. કંકાલની આજુબાજુના વિસ્તારમાં સૂકાયેલા ઘાસના પૂળા મળી આવ્યા છે આગ લગાડતા પહેલા બંનેને પકડીને ઘાસ પર બેસાડ્યા હોવા જોઈએ. પોલીસને ઘટના સ્થળેથી મહિલાના હાડપિંજર પાસેથી એક વીંટી અને એક કાનની બુટ્ટી તથા પુરુષના ટ્રાઉઝરનો ન સળગેલો ઉપરનો ભાગ મળી આવ્યો છે. પ્રાથમિક પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં મહિલા અને પુરુષ બંનેની ઉંમર ૨૫ થી ૪૦ વર્ષ વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે. ૧૦ દિવસ પહેલા માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા થઇ હોવી જોઈએ. પ્રથમ નજરે આ ઓનર કિલિંગનો કેસ જણાઈ રહ્યો છે. પોલીસે બંને કંકાલ અને પુરાવાઓને FSLમાં મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે જ્યારે અમે મૃતદેહ જોયા ત્યારે હત્યાની ભયાવહતા જોઈને અમે ચોંકી ગયા હતા. હત્યારા બંનેને બાંધી ને નિર્જન જગ્યાએ ગયા હશે અને પછી ધારદાર હથિયારના ઘા મારી હત્યા કરાઈ હશે. ત્યાર બાદ પુરાવાઓનો નાશ કરવા મૃતદેહો પર જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી દેવાયા હશે. પુરૂષ અને મહિલાના માથાનો ભાગ અને કેટલાક વાળ બચી જવા પામ્યા છે. તે સિવાય શરીરનાનો નીચેનો ભાગ બળી ગયો છે. હત્યારો લાશ સંપૂર્ણ બળી જાય ત્યાં સુધી રોકાયો હોવો જોઈએ.
પ્રથમ નજરે પોલીસને ઓનર કિલિંગનો મામલો લાગી રહ્યો છે. બદલો લેવાની ભાવનાથી પણ આ ઘાતકી હત્યા થઇ હોઈ શકે છે. પોલીસે મૃતકોની ઓળખાણ માટે મળી આવેલા અવશેષોને લઈને તપાસ હાથ ધરી છે. વીંટી અને બુટી ઉપરાંત પોલીસે ઘટના સ્થળેથી એક ગાદલું પણ બરામદ કર્યું છે. અડાલજ પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.