નેપાળની સુપ્રીમ કોર્ટે ફ્રેન્ચ સીરિયલ કિલર ચાર્લ્સ શોભરાજને છોડી દેવાનો આદેશ આપ્યો છે અને તેની ઉંમરના આધારે છોડવાનો આદેશ આપ્યો છે. ચાર્લ્સ શોભરાજ અમેરિકાના બે પ્રવાસીની હત્યા કરવાના કિસ્સામાં 2013થી નેપાળની જેલમાં કેદ હતો.
ચાર્લ્સ શોભરાજ બિકિની કિલરના નામથી કુખ્યાત છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સપના પ્રધાન મલ્લા અને તિલ પ્રસાદ શ્રેષ્ઠની ખંડપીઠે શોભરાજને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી શોભરાજ વતીની અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે નિર્ધારિત સમય કરતા વધુ સુધી જેલમાં બંધ છે, તેથી તેના આધારે શોભરાજને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
નેપાળની સુપ્રીમ કોર્ટે ફ્રેન્ચ સીરિયલ કિલર શોભરાજને વધતી ઉંમરના આધારે છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. અમેરિકન પ્રવાસીની હત્યા કરવાના આરોપમાં 2013થી જેલમાં છે. જોકે બુધવારે જેલમાંથી છોડી મૂકવાની સાથે કોર્ટે જેલની મુક્તિના પંદર દિવસમાં ડિપોર્ટેશનનો પણ આદેશ આપ્યો છે.