જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારુખ અબ્દુલ્લા સામે મની લૉન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ

દેશ વિદેશ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારૂખ અબ્દુલ્લા સામે મની લૉન્ડરિંગના કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશનના ફંડના ગોટાળા બાબતે તેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
નોંધનીય છે કે 31 મેના રોજ પણ ઇડીએ શ્રીનગર ખાતે 84 વર્ષીય ફારૂખ અબ્દુલ્લાની ત્રણ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. ફારુખ અબ્દુલ્લાની સાથે જ અહેસાન અહેમદ મિર્ઝા, મીર મંજૂર ગઝનફર અને અન્યના નામ પણ ચાર્જશીટમાં સામેલ છે. પીએમએલએ કોર્ટે તમામ આરોપીઓને 27મી ઑગસ્ટે સ્પેશિયલ કોર્ટમાં હાજર થવા નોટિસ પાઠવી છે.
નોંધનીય છે કે ફારુખ અબ્દુલ્લા 2001થી 2012 સુધી જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશન (JKCA)ના પ્રમુખ હતા. સીબીઆઇ અને ઇડીની તપાસ 2004થી 2009ની વચ્ચે JKCAમાં કથિત નાણાકીય ગેરરીતિઓ સંબંધિત છે. આ કેસમાં ઇડી 21 કરોડથી વધુ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી ચૂક્યું છે, જેમાં ફારૂખ અબ્દુલ્લાની 11.86 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતનો પણ સમાવેશ થાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.