ચરણદાસની સાધનાધારાની ભૂમિકા-૧

25

ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની

સંત ચરણદાસજીના પૂર્વાશ્રમનું મોથારા ગામ (કચ્છ)

સંત ચરણદાસજીના પૂર્વાશ્રમની બહુ થોડી વિગતો મળે છે. કચ્છના મોથારા ગામના લોહાણા જ્ઞાતિમાં તેમનો જન્મ થયેલો. તેઓએ મોરારસાહેબની સમાધિ પછી ગાદી સંભાળેલી એવી એક વિગત પણ પ્રચલિત છે. તેઓ ઈ.સ.૧૮૮૩માં નિર્વાણ પામેલા. એમનું સમાધિ સ્થળ પણ ખંભાલિડામાં જ. વેદ-વેદાંગના ઊંડા જાણકાર હતા. યજ્ઞ-યાગાદિનાં પણ જાણકાર હતા. ઘણાં ઉત્સવોનું એમણે ખંભાલિડામાં આયોજન ર્ક્યાની વિગતો પ્રચલિત છે.
ચરણદાસે વિહાર પણ બહુ ર્ક્યા હશે. એમની રચનાઓ હિન્દી-સાધુકડીમાં વિશેષ્ા છે. લખ્યું છે બહુ ઓછું. પણ યાત્રા-વિહાર ખૂબ કરેલ હશે. વહીવટી-આયોજન અને વ્યવસ્થાપન સૂઝ પણ હશે. ખંભાલિડાની ગાદી સંભાળી. ડાકોરની જગ્યા પણ વિક્સાવી. જીવાભગત ગુરુબંધુ સાથે વિશેષ્ા સંવાદ હશે. મેં જેતપરિયા સાથે ટંકારા એમની સ્થાનક યાત્રા કરેલી. ત્યાં મોરારસાહેબ જીવા અને ચરણદાસને પ્રબોધતા હોય એવી છબી છે.
હા, એ હકીક્ત છે કે ચરણદાસ કચ્છથી આવે છે. ખંભાલિડા, શેરખી અને ડાકોર એમ બધે પ્રભાવ પાથરે છે. એનું વ્યક્તિત્વ એક સમર્થ સંતનું જણાય છે. તેણે જીવાભગત વિશેનો ઉમાવ રચ્યો છે, એની ઊંડાણથી તપાસ-અભ્યાસ કરતા એમ લાગે છે કે આ ઉમાવ રચના તેણે રચીને પાઠવી લાગે છે. ક્યાં ગયો હશે ? કેટલાંક રહસ્યો ચરણદાસના અસ્તિત્વ સાથે જ સંગોપાયા અને લય પામ્યા.
તેમણે ખંભાલિડામાં રવિ-ભાણ પરંપરાના સાહિત્યનું સંરક્ષ્ાણ ર્ક્યું. જીવાભગત મોટા લહિયા હતા. એમણે ઘણી પ્રતોનું ચરણદાસજીની નિશ્રામાં પુન:લેખન કરેલું.
ચરણદાસજીની ૬૩ કડી-દુહા છપ્પાની ઉપરાંત કુંડળિયા તથા ચોપાઈ બંધમાં ગુરુસ્તુતિકો અંગ નામની રચનાનું સર્જન કરેલું. પ૦ કડીની ગર્ભચિંતામણી, ૧ર૮ કડીની બોધ ચિંતામણી, ૩૪ કડીનો કક્કો અને ૩પ કડીનો બીજો ઉમાવો તથા કેટલાંક ભજનો એમની જ્ઞાનમાર્ગી ધારાની સાધનાનો પરિચય કરાવે છે. એમણે સાધુકડી હિન્દી અને ગુજરાતીમાં મોટેભાગે રચનાઓ રચી છે. અખા
પછીના છપ્પાબંધમાં સાહિત્ય સર્જન કરનારા તેઓ મહત્ત્વના સંત કવિ છે.
ચરણદાસની એક સાખી ખૂબ જ પ્રખ્યાત છે, તેઓ
ગાય છે કે –
આખર કોઈ કામ ન આવે, સગા, સ્નેહી માયા
ચરણદાસ કહે જાશે સર્વે, જેમ વાદળની છાયા
ચરણદાસની આ સ્વાનુભૂતિ છે. એમની પ્રતીતિને એક સાખીમાં ઢાળી દીધી. તેમણે પરિવર્તનશીલપણાના વણી લઈને, સનાતન સત્યને સમજીને પોતાની સાધુકડી વાણીમાં વણી લેતી ભાવ વિશ્ર્વવાળી રચેલી એક રચના આસ્વાદીએ.
અબ તો મનવા મેરા, ચંચળ નિજ ત્યાગે. …ટેક
પીયો ઉત્તમ દેહ અમુલખ, પ્રગટે પુરણ ભાગ્ય
બેર બેર સબ સંત પુકારે, મોહ નીંદસે જાગ઼
..અબ તો…૧
નિશ દીન તેરે ઉરમે મુરખ, જરત તૃશ્ર્ના આગ
બ્રંહ્મ સીંધુમે પેઠત નાંહી, તાતે બડી અભાગ઼
..અબ તો…ર
સબ તીર્થ મે ઉત્તમ જેશે, તિર્થરાજ પ્રયાગ
તેસે સાધુ સંગત જગમે, ઉનસે કર અનુરાગ઼
..અબ તો…૩
શાંત સ્વભાવ સદા ઘટ ભીતર, દ્રાઢ નિશ્રળ વૈરાગ
સતગુરુ સેવા અંતર અનુભવ, સાચો સોહી સુહાગ઼
..અબ તો…૪
મોરાર સતગુરુ સમર્થ સાચા, તાકે ચરણ લાગ
ચરણદાસ ઔર ત્યાગ કલ્પના, સદા અનની વર માંગ઼
..અબ તો…પ
મનને મનાવીને મેંદા જેવું પોચું કરવું એ સાધનાનું પ્રથમ
સોપાન છે. મનને મારવું કપરું છે. મનને સંબોધીને ચરણદાસે રચેલી સાધુકડી હિન્દીની વાણીનું જૂથ સાધનાધારાની સમજણને
પ્રગટાવે છે.
ચરણદાસ ગાય છે કે, હે મારા મન હવે તારી ચંચળતાને ત્યાગીને સ્થીર થા, અડગ થા. તને આ અમુલખ માનવદેહ મળ્યો છે. એ પૂર્ણ ભાગ્યશાળી બાબત છે. વારંવાર બધા સંતો સમજાવે છે કે તું આ મોહની નીદ્રામાંથી જાગૃત થા.
હે મૂર્ખ તારા શરીરમાંથી તૃષ્ણાની આગ વરસી રહી છે. બ્રહ્મ સમુદ્રમાં પ્રવેશ કરતો નથી એ જ તારું મોટું દુર્ભાગ્ય છે. જે રીતે તીર્થરાજ પ્રયાગ સર્વે તીર્થમાં શ્રેષ્ઠ છે – ત્રિકુટીસંગમ ત્રિવેણી મિલનનો નિર્દેશ છે. આ માટે સાધુસંત સદ્ગુરુ જ આ જગતમાં મહત્ત્વના છે. એમના પરત્વે અનુરાગ – પ્રેમાદર – રાખવો.
સાધનામાં ત્રણ વસ્તુ મહત્ત્વની છે. અંત:કરણથી શરીરમાં શાંત સ્વભાવ અને -નિશ્ર્ચળ વૈરાગ્યભાવ તથા સદ્ગુરુ પરત્વે સેવાભાવ, આંતરિક રીતે અનુભવી બનવા, અનુભવ પ્રાપ્ત કરવા માટે આ જ ખરી બાબત છે.
હે મોરારસાહેબ તમે જ સાચા ગુરુ છો, સમર્થ છો. તમારે ચરણે હું વંદન કરું છું. ચરણદાસ તમારે શરણે રહીને ત્યાગી બનીને આવો, અનન્ય વર-વરદાનની માગણી કરું છું.
ચરણદાસની સાધનાધારાની સમજણ આપતું આ પદ ભાવકો માટે પણ દીશાદર્શક છે. બ્રહ્મવિદ્યા પરત્વેની રુચિ અને એ માટે આવશ્યક ઘટકો અહીં સહજ રીતે સંયોજાયા છે. રવિ-ભાણ પરંપરામાં સાધનાધારાની દાર્શનિક-પીઠિકાના પરિચાયક આવા ઘટકો ચરણદાસે એમની વાણી દ્વારા પ્રગટાવ્યા હોઈને મારે મન એની મહત્તા
વિશેષ્ા છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!