વારાણસીમાં ધાર્મિક માહોલ ખરાબ કરવાની કોશિશ! ઉત્તર ભારતીયોના શ્રાવણના બીજા સોમવારે અસામાજિક તત્વોએ શિવલિંગને પહોંચાડી ક્ષતિ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ઉત્તર ભારતીયોના શ્રાવણના બીજા સોમવારે વારાણસીના પલહીપટ્ટી બજારમાં કેટલાક અસામાજિક તત્વોએ વાતાવરણ બગાડવાની કોશિશ કરી છે. વારાણસીમાં બધા જ શિવાલયોમાં મહાદેવની પૂજા અર્ચના થઈ રહી છે. દરમિયાન યુનિયન બેંક પાસે આવેલા મંદિરમાં શંકર ભગવાનની શિવલિંગ અને ટાઈલ્સમાં લગાવેલી તસવીરને કેટલાક શરારતી તત્વોએ તોડી નાંખી હતી જેને કારણે લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. સ્થાનિકોએ વાતાવરણ બગાડવાનો આરોપ લગાવતા પોલીસ પ્રશાસન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મળતી માહિતી અનુસાર કાશીના ચૌલાપુર ક્ષેત્રની હદમાં આવેલી યુનિયન બેંક પાસે એક શિવ મંદિર છે. આ મંદિરમાં શિવ સિમેન્ટથી બનેલા શિવલિંગના રૂપમાં સ્થાપિત છે. કહેવાઈ રહ્યું છે કે સ્થાનિક લોકો જ્યારે મંદિરની સાફસફાઈ કરવા ત્યાં પહોંચ્યા ત્યારે તેમને શિવલિંગને ક્ષતિ પહોંચી હોવાની જાણ થઈ, જે બાદ ગ્રામવાસીઓની ભીડ જમા થઈ હતી. પરિણામે વારાણસી-સિંધોરા રોડને થોડા સમય માટે એકાએક બંધ કરવામાં આવ્યો હતો. જોકે આ દરમિયાન ગામના વડા અને પોલીસના આલા અધિકારીઓએ ગ્રામવાસીઓને સમજાવ્યા અને તાત્કાલિક શિવલિંગને ઠીક કરવામાં આવી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.