શેરબજારમાં અંતિમ તબક્કામાં જોવા મળ્યો ભારે અફડાતફડીનો માહોલ

ટૉપ ન્યૂઝ શેરબજાર

(વાણિજ્ય પ્રતનિધિ તરફથી)

મુંબઇ: શેરબજારમાં સત્રના અંતિમ તબક્કામાં ભારે અફડાતફડી જોવા મળી હતી. લેણ અને વેચાણના ઉપરાછાપરી સોદા વચ્ચે ગણતરીની મિનિટોમાં સેન્સેક્સમાં મોટી વધઘટ જોવા મળી હતી. જોકે, મહત્ત્વની વાત એ રહી હતી કે બેન્ચમાર્કે આગેકૂચ જાળવી રાખવામાં સફળતા મેળવી હતી.
સત્ર બંધ થવાને થોડી જ મિનિટ બાકી હતી ત્યારે સેન્સેક્સ નીચી સપાટીથી પોઝિટીવ સપાટી તરફ આગળ વધ્યો હતો અને આઠ પોઇન્ટના સુધારા સામે અમુક જ મિનિટમાં ૭૫ પોઇન્ટ સુધી સડસડાટ આગળ વધીને અંતે ૩૭ પોઇન્ટના સુધારા સાથે સ્થિર થયો હતો.
સેન્સેક્સ ૬૦,૨૬૦.૧૩ના પાછલા બંધ સામે ૫૯,૯૪૬.૪૪ પોઇન્ટની નીચી અને ૬૦,૩૪૧.૪૧ પોઇન્ટની ઊંચટી સપાટીને અથડાનિે અંતે ૩૭.૮૭ પોઇન્ટ અથવા તો ૦.૦૬ ટકાના સુધારા સાથે ૬૦,૨૯૮ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.