Homeઆપણું ગુજરાતગુજરાતના વાતાવરણમાં પલટો: રાજ્યભરમાં માવઠા બાદ ગાઢ ધુમ્મસ, કેટલા દિવસ રહેશે આવી...

ગુજરાતના વાતાવરણમાં પલટો: રાજ્યભરમાં માવઠા બાદ ગાઢ ધુમ્મસ, કેટલા દિવસ રહેશે આવી સ્થિતિ?

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રવિવારે ગુજરાતના અનેક જીલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેતરમાં ઉભા પાકને નુકશાન પહોંચવાની વકી છે. ઘઉ, જીરૂ, જેવા પાકોમાં ભારે નુકસાની થવાની સંભાવના છે. આજે વહેલી સવારથી રાજ્યભરમાં ગાઢ ધુમ્મસને છવાઈ હતી. શિયાળાની સિઝનમાં ઉત્તર ભારતમાં સર્જાય તેવી સ્થિતિ ગુજરાતમાં સર્જાઈ હતી. જેને કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આગામી 5 દિવસ રાજ્યામાં ઠંડી યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
વહેલી સવારે અમદવાદમાં ધુમ્મસને કારણે દિલ્હી જેવા વાતાવરણનો અનુભવ થતો હતો. શહેરના એસ.જી.હાઈવે, 132 રીંગ રોડ, એસ.પી. રિંગ રોડ જેવા માર્ગો પર ઝીરો વિઝિબિલિટીને કારણે સંખ્યાબંધ વાહનો અટવાયા હતાં. લાખો લોકો ધીમી ગતિએ વાહન ચલાવવા મજબૂર બન્યા હતા. વાહનોની હેડ લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.
ઉત્તર ગુજારતમાં પણ ગાઢ ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું હતું. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં ધુમ્મસને કારણે હાઈવે પર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
ધુમ્મસને કારણે કેટલીક જગ્યા એ અકસ્માતના બનાવો પણ બન્યા હતાં. આગમી બે થી ત્રણ દિવસ સુધી કંઈક આ જ પ્રકારનું વાતાવરણ રહી શકે છે એવી આગાહી હવામાન વિભાગે કરી છે.
દક્ષીણ ગુજરાતના વલસાડમાં ધરમપુરના કેટલાક ગામોમાં થયેલા કમોસમી વરસાદથી કેરીના પાકને નુકશાન થવાની સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular