Homeઆમચી મુંબઈવિદ્યાર્થીઓ ધ્યાન આપજો! HSC-SSC બોર્ડની પરીક્ષાના નિયમો બદલાયા!

વિદ્યાર્થીઓ ધ્યાન આપજો! HSC-SSC બોર્ડની પરીક્ષાના નિયમો બદલાયા!

મુંબઈઃ એમએસબીએસએચએસઈ (મહારાષ્ટ્ર સ્ટેટ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન) દ્વારા મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર આવતા વર્ષે થનારી દસમા-બારમાની પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષા આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં થશે.મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષા આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં થશે.
સ્ટેટ બોર્ડ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર વિદ્યાર્થીઓને આ વર્ષથી પરીક્ષા કેન્દ્ર તરીકે તેમની શાળા મળશે નહીં. કોરોનાકાળમાં 30 મિનિટનો વધારાનો સમય આપવામાં આવ્યો હતો તે આ વખતે રદ કરવામાં આવ્યો છે. કોરોના પૂર્વે બોર્ડ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા નિયમોને લાગુ કરવામાં આવશે.
કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓને તેમની જ શાળામાં પરીક્ષા આપવાની સુવિધા બોર્ડ દ્વારા આપવામાં આવી હતી અને 30 મિનિટનો વધુ સમય આપવામાં આવ્યો હતો. હાલમાં કોરોના વાયરસ પૂર્ણપણે નિયંત્રણમાં હોવાથી જૂના નિયમો પાછા અમલમાં લવાશે, એવું બોર્ડના અધિકારીએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં ઓનલાઈન ક્લાસ દરમિયાન વિદ્યાર્થીઓને થઈ રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તેમની સુરક્ષા માટે બોર્ડે હોમ સેન્ટર્સની સુવિધા શરૂ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular