ઝાકળની પ્યાલી – ડૉ. એસ. એસ. રાહી
નદી હમારી હી હે ગંગા,
પ્લાવિત કરતી મધુરસ ધારા,
બસ્તી હૈ કયા કહીં ઔર ભી
ઐસી પાવન કલ-કલ ધારા?
સમ્માનિત જો સકલ વિશ્ર્વ મે,
મહિમા જિન કી બહુત રહી હૈ,
અમર ગ્ંરથ વે સભી હમારે,
ઉપનિષદો કા દેશ યહી હૈ.
ગાએંગે યશ હમ સબ ઇસ કા,
યહ હૈ સ્વર્ણિમ દેશ હમારા
આગે કોન જગત મે હમ સે
યહ હૈ ભારત દેશ હમારા.
– સુબ્રમણ્ય ભારતી
દક્ષિણ ભારતની તમિળ ભાષાના સૌથી પ્રભાવશાળી બુલંદ અવાજ સુબ્રમણ્ય ભારતીની કવિતામાં સાંભળવા મળે છે. આ દિગ્ગજ કવિ નવયુગના અને નવોત્થાનના કવિ તરીકે મશહૂર છે. તેમણે રાષ્ટ્ર, પ્રેમ, પ્રણય અને ભક્તિનાં કાવ્યોથી તમિળભાષી જનતાના દિલોમાં હંમેશનું સ્થાન મેળવી લીધું છે. આ મહાકવિ ‘ભરતિયાર’ના નામથ પણ જાણીતા થયા છે.
મહાન દેશભક્ત, સમાજ સુધારક અને સ્વતંત્ર ભારતના શિલ્પી ભારતીનો જન્મ તિરુનેલ્વેલી જિલ્લાના એહ્યાપુરમમાં ૧૧ ડિસેમ્બર ૧૮૮૨ના રોજ થયો હતો. આ ગામ કળા અને સાહિત્ય માટે ખૂબ જાણીતું બન્યુ હતું. તેઓ ભારતની આઝાદીના આંદોલનમાં સક્રિય રહ્યાં હતાં. તેમની રચનાઓમાંથી પ્રેરણા લઇને દક્ષિણ ભારતના ઘણા લોકો આઝાદીની લડતમાં કૂદી પડયા હતા. ભારતની સંસ્કૃતિને તેમણે તેમની ઘણી કવિતામાં યાદ કરીને તેને પોંખી છે. અને તેમના ગીતોમાં વણી લીધા છે. જુઓ આ ગીત.
ભારત સર્વોત્કૃષ્ટ દેશ હૈ,
નિખિલ વિશ્ર્વ મેં, અપના સર્વોત્કૃષ્ટ દેશ હૈ,
ભક્તિ, વિરાગ, પ્રચંડ જ્ઞાન મેં,
સ્વ-ગૌરવ મેં, અન્ન દાન મેં,
અમૃતવર્ષક કાવ્ય ગાન મેં,
ભારત સર્વોત્કૃષ્ટ દેશ હૈ.
ધૈર્યશક્તિ મેં, સૈન્ય શક્તિ મેં,
પરોપકાર, ઉદાર ભાવ મેં,
સાર શાસ્ત્રો કે જ્ઞાન-દાન મેં,
ભારત સર્વોત્કૃષ્ટ દેશ હૈ
નેકી મેં, તન કી ક્ષમતા હૈ,
સંસ્કૃતિ મેં, અપની દ્રઢતા મેં,
સ્વર્ણ-મયૂરી પતિવ્રતા મેં,
ભારત સવોત્કૃષ્ટ દેશ હૈ.
જેમના લોહીમાં દેશપ્રેમ હંમેશાં વહેતો રહ્યો હતો. તેવા આ કવિની ગણના ભારતના મહાન કવિઓમાં થાય છે. તેઓ બંગાળી, સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી જેવી કેટલીક ભાષાઓ જાણતા હતા, પરંતુ તેઓ માતૃભાષા તમિળને બેહદ પ્રેમ કરતાં હતા. ગદ્ય અને પદ્ય બન્નેમાં તેમનું એકસરખું પ્રભુત્વ હતું. તેઓ જન્મથી જ વિલક્ષણ પ્રતિભા ધરાવતા હતા. ટૂંક સમયમાં જ તેમણે સંગીતનું સારું જ્ઞાન મેળવી લીધુ હતું. માત્ર ૧૧વર્ષની ઉંમરમાં તેમને કવિ સંમેલનમાં કાવ્યાપાઠ કરવાનું નોતરું મળ્યું હતું. તેમની પ્રતિભાને લીધે તેમને જ્ઞાનની દેવી સરસ્વતીનો ખિતાબ અપાયો હતો.
નાનપણમાં તેમની માતાનું અને ત્યારબાદના થોડા સમયમાં તેમના પિતાનું અવસાન થયું હતું. ત્યાર પછી તેમણે વારાણસી તરફ પ્રયાણ કર્યુું હતું. ત્યાં તેમને અધ્યાત્મની સાથે રાષ્ટ્રવાદનો પરિચય થયો હતો. તેમના જીવન પર તેનો ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેને લીધે આ સાહિત્યકારમાં પરિવર્તન પણ આવ્યું હતું. દરમિયાન આ કવિએ પ્રાચીન તમિળ કવિતાનો અને અંગ્રેજી કવિતાનો ઊંડો અભ્યાસ કરી તેનો પરિચય મેળવ્યો હતો.
તેમનાં કાવ્યોનાં એક પલ્લામાં ધાર્મિક વાતો તો બીજા પલ્લામા રશિયા અને ફ્રાન્સની ક્રાન્તિની જાણકારી આલેખાયેલી જોવા મળે છે. સમાજના વંચિત વર્ગ અને નિર્ધન લોકોનો અવાજ તેમની રચનાઓમાં પડઘાતો સાંભળવા મળે છે. આ સંદર્ભમાં ‘વન્દેમાતરમ્’ શીર્ષકવાળું ગીત આસ્વાદ્ય છે તે જોઇએ.
આઓ ગાએ વન્દેમાતરમ્
ભારત માં કી વન્દના કરે હમ.
ઊંચ-નીચ કા ભેદ કોઇ હમ નહીં માનતે,
જાતિ-ધર્મ કો ભી હમ નહીં માનતે,
બ્રાહ્મણ હો યા કોઇ ઔર, પર મનુષ્ય મહાન,
ઇસ ધરતી કે પુત્ર કો હમ પહચાનતે,
આઓ ગાએ વન્દેમાતરમ્
ભારત માં કી વન્દના કરે હમ.
વે છોટી જાતિ વાલે કયોં હૈ
કયોં તુમ ઉન્હે કહતે અછૂત,
ઇસ દેશ કે વાસી હૈં વે
યહીં વતન, યહીં ઉનકા વજૂદ,
ચીનિયોં કી તરહ વે,
કયા લગતે હૈ તુમ્હે વિદેશી,
કયા હૈં વે પરાયે હમ સે
નહીં હમારે ભાઇ સ્વદેશી?
આઓ ગાએ વન્દેમાતરમ્
ભારત માં કી વન્દના કરે હમ.
‘ભારત માં કે પવિત્ર દશાંક’ ગીતમાં આ કવિએ નામકરણ, દેશ, નગર, નદી, પર્વત, વાહન, સેના, નગાડા, માલા અને પતાકાને આવરીને તેમાં કલ્પના અને વાસ્તવનો તંતુ જોડી દીધો છે તો ‘ભારત માતા કી નવરત્નમાલા’ તેમ જ ‘ભારત માં કી ધ્વજા’ જેવા ગીતોમાં કવિનો અતૂટ દેશપ્રેમ લહેરાતો જોવા મળે છે.
રાષ્ટ્ર પ્રેમનાં ઉત્કટ ગીતો ગાનાર કવિએ પત્રકારત્વમાં યે રસ લેવાનું શરૂ કર્યું હતું. તેઓ કેટલાક અખબારોના સંપાદનમાં અને પ્રકાશન કાર્યમાં જોડાઇ ગયા હતા. આવા સમાચાર પત્રોમાં તમિળ દૈનિક ‘સ્વદેશ મિત્રમ,’ તમિળ સાપ્તાહિક ‘ઇન્ડિયા’ અને અંગ્રેજી સાપ્તાહિક ‘બાલા ભારતમ’નો સમાવેશ થાય છે. તેમણે તેમના સમાચાર પત્રોમાં વ્યંગ્યાત્મક રાજનીતિ કાર્ટૂનનું પ્રકાશન શરૂ કર્યું હતું. તેનું વાંચકો અને અખબારી આલમમાં ઘણું ધ્યાન ખેંચાયું હતું.
વર્ષ ૧૯૦૮માં ધરપકડથી બચવા તેઓ પોંડિચેરી ચાલ્યા ગયા હતા. પોંડિચેરીમાં તેઓ કેટલાક સમાચાર પત્રો સાથ જોડાયેલા રહીને અંગ્રેજોની વિરુદ્ધ લોકોમાં દેશભક્તિનો નારો બુલંદ કરતા રહ્યા હતા. ઇ. સ. ૧૯૧૮માં તેમની ધરપકડ કરાઇ હતી અને તેમને કેટલોક સમય જેલમાં ગોંધી રખાયા હતા. કારાવાસમાં તેમની તંદુરસ્તી બગડતી જતી હતી. ત્યારબાદ ૧૧ સપ્ટેમ્બર ૧૯૨૧ના રોજ મદ્રાસમાં તેમનું અવસાન થયું હતું. આ કવિએ માત્ર ૪૦ વર્ષનુ આયુષ્ય ભોગવ્યું. પણ આટલા ઓછા સમયમાં તેમણે વિવિધ ક્ષેત્રે સેવાકાર્ય કર્યું અને તેમની કાવ્યરચનાઓને અમરત્વ પણ આપ્યું.
વર્ષો પહેલાં લખાયેલી ‘વર્તમાન ભારતીય’ શીર્ષક હેઠળની કવિતા સાંપ્રત સમયમાં કેટલી સુસંગત છે તે જોઇએ.
દેખ આજ કે જન કી હાલત,
હૃદય ફટા જાતા હૈ
ભય કે કારણ દુનિયા મેં
જીતે-જો મારા કરેંગે,
કોેઇ ઐસી વસ્તુ નહીં.
જો દેખે નહીં ડરેંગે,
ઉન કે દિન દંભ, પ્રતિકાર,
કપટ કે દૈત્ય ખડે હૈ,
ઇસ તરુવર, ઉસ તરુવર,
ઉસ ખંડહર મેં છિપે પડે હૈ.
હૃદય ફટા જાતા હૈ પર
મેં ઘૃણા નહીં કર પાતા,
હાય! અભાગો કો ન અન્ન,
ભર પેટ કભી મિલ પાતા,
યે કારણ જાનને કે લિયે
યત્ન નહીં કરતે હૈ,
જરાં દેખિયે હૈ અકાલ
સબ તડપ-તડપ મરતે હૈ.