આજથી શક્તિની આરાધનાનો પર્વ એટલે ચૈત્રી નવરાત્રિ શરુ થઈ ગઈ છે અને આજે જ ગૂડી પાડવો એટલે કે મરાઠી નવું વર્ષ પણ શરૂ થવા જઈ રહ્યું છે. ભક્તો 9 દિવસ સુધી માતાજીની આરાધના કરીને તેમની કૃપા મેળવવાનો પ્રયાસ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો આ નવરાત્રીને જોવા જઈએ તો તે ખૂબ જ શુભ રહેવાની છે અને એમાં પણ અમુક ચોક્કસ રાશિના જાતકો માટે તો આ નવરાત્રી અચ્છે દિન લાવનારી સાબિત થવાની છે. મીન રાશિમાં સૂર્ય-ગુરુ-ચંદ્ર એમ ત્રણ શુભ ગ્રહોની યુતિથી દુનિયાને ખૂબ જ લાભ થવાનો છે. ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર, શુક્લ પછી બ્રહ્મ યોગ, મીન રાશિમાં ચંદ્રની હાજરીમાં બુધવારે ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે.
ગ્રહોના ગોચરની ગણતરી પર ધ્યાન આપીએ તો, મીન રાશિમાં ચંદ્ર-સૂર્ય અને ગુરુની ત્રિ-ગ્રહી યુતિ થઈ રહી છે. ચંદ્ર, ગુરુ, સૂર્યની યુતિને પોતાનામાં વિશેષ માનવામાં આવે છે. ગુરુ-સૂર્ય સાથે ચંદ્રની હાજરી ધર્મ અને આધ્યાત્મિકતાની દૃષ્ટિએ વિશેષ માનવામાં આવે છે. આને સનાતન ધર્મને આગળ વધારતા યોગો પણ કહેવાય છે. આ દૃષ્ટિકોણથી આ નવરાત્રિ ખાસ છે. આવો જોઈએ, આજથી શરૂ થઈ રહેલી આ ચૈત્રી નવરાત્રી કઈ રાશિના જાતકો માટે લાભદાયક નીવડશે….
કઈ-કઈ રાશિ માટે ખાસ રહેશે ચૈત્રી નવરાત્રિ
મેષ રાશિ
આ રાશિના જાતકો આ માટે ચૈત્ર નવરાત્રિ ખૂબ જ અનુકૂળ રહેવાની છે. આ સમયગાળા દરમિયાન તમને આર્થિક લાભ થશે. એટલું જ નહીં પણ તમારા બધા અટકેલા કામ પૂર્ણ થશે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જે કામમાં તમે પડકારોનો સામનો કરી રહ્યા છો તે પણ સરળતાથી પૂર્ણ થશે.
વૃષભ રાશિ
આ ચૈત્રી નવરાત્રિ વૃષભ રાશિના લોકો માટે વિશેષ લાભ લઈને આવી રહી છે. વૃષભ રાશિના વિદ્યાર્થીઓને શિક્ષણ અને પરીક્ષાઓમાં ઈચ્છિત પરિણામ મળશે. નોકરીમાં આર્થિક લાભ અને પ્રમોશન થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા દેવી દુર્ગાનું ધ્યાન કરો. આમ કરવાથી તમને ફાયદો થશે અને માતાજીની કૃપા પ્રાપ્ત થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને આ ચૈત્રી નવરાત્રિ દરમિયાન સારું પરિણામ મળશે. નોકરી શોધી રહેલા લોકોને સકારાત્મક પરિણામ મળશે. સિંહ રાશિના જે લોકો અપરિણીત છે, તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિના આગમન માટે આ સમય એકદમ યોગ્ય છે. આ ઉપરાંત કેટલાક જાતકોના લગ્નના યોગ પણ બની રહ્યા છે.
તુલા રાશિ
આ સમયગાળા દરમિયાન તુલા રાશિના જાતકોને સકારાત્મક સમાચાર મળશે. આ રાશિના જે લોકો નોકરીની શોધમાં છે તેઓને આ સમયગાળામાં સાનુકૂળ પરિણામ મળશે. અપરિણીત લોકો માટે લગ્નના યોગ સર્જાઈ રહ્યા છે. એકંદરે તુલા રાશિના જાતકોને ચારે બાજુથી લાભદાયક પરિણામ મળશે.