Homeઆપણું ગુજરાતસભામાં ખુરશીઓ ખાલી રહેતા ભાજપમાં ચિંતાનું મોજું, હવે ખ્યાતનામ કલાકારોને શરણે

સભામાં ખુરશીઓ ખાલી રહેતા ભાજપમાં ચિંતાનું મોજું, હવે ખ્યાતનામ કલાકારોને શરણે

ગુજરાતભરમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. દરેક પક્ષના મોટા કદના નેતાઓ અને સ્ટાર પ્રચારકો ઠેર ઠેર જાહેર સભાઓ સંબોધી રહ્યા છે. પરંતુ હજુ જોઈએ તેવી રાજકીય ગરમી વાતાવરણમાં આવી નથી. લોકો ચૂંટણી પ્રત્યે શુષ્ક વલણ દાખવી રહ્યા છે. વડાપ્રધાનની જાહેર સભાઓમાં ખુરશીઓ ખાલી રહેતા ભાજપમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે હવે ભાજપે ખ્યાતનામ કલાકારોનો સહારો લેવાનું નક્કી કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌરાષ્ટ્રની છેલ્લી ચાર સભાઓમાં તથા અમિત શાહની સભામાં ખુરશીઓ ખાલી રહેતા ભારતીય જનતા પક્ષમાં ચિંતા જાગી છે. મળતી માહિતી મુજબ ભાવનગર ખાતે 23 તારીખની વડાપ્રધાન મોદીની જાહેર સભામાં કિર્તીદાન, ગઢવી કિંજલ દવે અને સાઈરામ દવે મંચ ગજાવશે. સૌરાષ્ટ્રના ત્રણ દિગ્ગજ કલાકાર એક જ સ્ટેજ પર હોય ત્યારે લોકો તેને સાંભળવા પણ આવશે તેવી ભાજપના નેતા અપેક્ષા રાખી રહ્યા છે.
શું કારણ છે કે લોકો રાજકીય પક્ષોની સભામાં જવાનું ટાળે છે અને પ્રચારથી દૂર ભાગે છે? તે દરેક પક્ષોએ આત્મમંથન કરવા જેવું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular