Mumbai Rain! વરસાદમાં ફસાયેલા મુંબઈગરા માટે પાલિકા લેશે બેસ્ટ અને એસટીની મદદ,, BMC કમિશ્નરે અધિકારીઓને આપ્યા આદેશ

આમચી મુંબઈ

Mumbai: મુંબઈમાં છેલ્લાં કેટલાક દિવસોથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વસાદને કારણે ફસાયેલા રાહદારીઓ માટે પરિવહનની પર્યાયી વ્યવસ્થા કરવાનો આદેશ સીએમ એકનાથ શિંદેએ મુંબઈ મહાનગરપાલિકાને આપ્યો છે. જે બાદ ગુરુવારે એક બેઠકમાં પાલિકા કમિશનર ઈકબાલ સિંગ ચહલે અધિકારીઓને બેસ્ટ અને એસટી સાથે મળીને SOP તૈયાર કરવાનો આદેશ આપ્યો છે.
મુંબઈગરાની સુવિધા માટે બેસ્ટ વધારાની 400 બસ દોડાવવા સજ્જ છે ત્યારે એસટી વધારાની 11 બસ દોડાવવાની યોજના બનાવી રહી છે. ભારે વરસાદને કારણે મુંબઈની લાઈફલાઈન સમાન લોકલ ટ્રેન બંધ થાય તો પ્રવાસીઓ માટે પ્રાથમિક ચિકિત્સાલય અને આવશ્યક મદદની વ્યવસ્થા કરવાનો આદેશ પાલિકા કમિશનરે આપ્યો છે. લોકલ ટ્રેન સેવા ખોરવાઈ જાય ત્યારે પ્રવાસીઓ તેમના ગંતવ્ય સ્થાને પહોંચી જાય તે માટે ખાસ બસની વૈકલ્પિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
મુલુંડના ભાજપ વિધાનસભ્ય મિહિર કોટેચાએ પાલિકાના કમિશનર સાથે મુલાકાત કરીને 48 કલાકની અંદર રસ્તાના ખાડાની ફરિયાદો પર ધ્યાન આપવાની ભલામણ કરી હતી. આ ઉપરાંત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ પાલિકાને જર્જરિત ઈમારતોના રહેવાસીઓની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવાનો તથા તેમની માટે અસ્થાયી રૂપે રહેવાની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.