મહાવિકાસ આઘાડીની સરકાર સ્થપાયા બાદ મુખ્ય પ્રધાનપદ માટે તત્કાલિન શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના બે નેતાઓના નામ આપ્યા હતા, પરંતુ બાદમાં આ નામો પાછળ રહી ગયા અને ખુદ ઉદ્ધવ ઠાકરે જ મુખ્ય પ્રધાન બની ગયા હતા, એવો ચોંકાવનારો ખુલાસો રાષ્ટ્રવાદીના નેતા છગન ભુજબળે કર્યો હતો.
મહાવિકાસ આઘાડીની બેઠક મુંબઈમાં પાર પડી અને એ સમયે શિવસેના, રાષ્ટ્રવાદી અને કોંગ્રેસ એમ ત્રણેય પક્ષના નેતાઓએ પોત-પોતાની ભૂમિકાઓ રજૂ કરી હતી. તેમ જ આગામી ચૂંટણીની સ્ટ્રેટેજી પર પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ જ બેઠકમાં ભુજબળે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
ભુજબળે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડીની સ્થાપના થયા બાદ શિવસેનાનો જ મુખ્ય પ્રધાન બનશે એ વાત નક્કી હતું. પણ જ્યારે ઉદ્ધવ ઠાકરેને કહેવામાં આવ્યું કે તમે મુખ્ય પ્રધાન બનો ત્યારે સુભાષ દેસાઈ અને એકનાથ શિંદેનું નામ તેમણે મુખ્ય પ્રધાનપદ માટે આગળ કર્યું હતું.
પરંતુ શરદ પવાર સહિત રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસ સહિત શિવસેનાના બધા નેતાઓએ ઉદ્ધવ ઠાકરેને આગ્રહ કર્યો અને આખરે તેઓ જ મુખ્ય પ્રધાન બની ગયા અને તેમણે સૂચવેલાં બે નામો પાછળ રહી ગયા, એવું ભુજબળે વધુમાં ઉમેર્યું હતું.
ઉદ્ધવ ઠાકરે બાબતે છગન ભુજબળે કર્યો ચોંકાવનારો ખુલાસો
RELATED ARTICLES