કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅર્સો અને સેલિબ્રિટીઓ માટે એક માર્ગદર્શિકા બહાર પાડવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત દરેક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅર્સે પોતાની જવાબદારી સમજીને નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. સરકાર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી 15 દિવસમાં આ અંગે માર્ગદર્શિકા જારી કરવામાં આવશે.
જાણકારોના મતે સેલિબ્રિટીઓને પણ આ માર્ગદર્શિકા અંતર્ગત લાવવામાં આવશે. આ માર્ગદર્શિકા તમામ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅર્સો અને સેલિબ્રિટીઓએ અનુસરવી પડશે. સરકારે આ માર્ગદર્શિકાનું પાલન ન કરનારાઓ પર દંડ લાદવાની તૈયારી પણ કરી છે. સરકાર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ માર્ગદર્શિકા જારી કરવા માટે તમામ હિતધારકો સાથે વિચારવિમર્શનું કામ પૂર્ણ થઈ ગયું છે.
એક સત્તાવાર સૂત્રના જણાવ્યા અનુસાર, ગ્રાહક બાબતોના મંત્રાલય તરફથી આ માર્ગદર્શિકા જારી કરવાની તૈયારી ચાલી રહી છે. આમાં જણાવવામાં આવશે કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅર્સોએ શું કરવું અને શું ન કરવું?

Google search engine