ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપની સુપર ફોર મેચમાં ભારતની હાર બાદ ભારતીય બોલક અર્શદીપ સિંહ ચર્ચાનું કારણ બની રહ્યો છે. મેચ દરમિયાન અર્શદીપ મહત્ત્વનો કેચ ચૂકી ગયો હોવાથી સોશિયલ મીડિયા પર તેને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર કેટલાક બોગસ પાકિસ્તાની સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા અર્શદીપને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી હતી. વિકીપીડિયામાં પણ ચેડા કરવામાં આવ્યા હતાં. આ વાતની જાણ થતાં કેન્દ્રીય ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) એક્શન મોડમાં આવી ગયો છે અને વિકીપીડિયાને આ અંગે સોમવારે સમન્સ મોકલવામાં આવ્યા છે. ભારતમાં એક વિકીપીડિયા એક્ઝિક્યૂટિવને બોલાવીને અર્શદીપની પ્રોફાઈલ ખાલિસ્તાની સંગઠન સાથે કેવી રીતે જોડાયેલી છે એ અંગે પુછપરછ કરવામાં આવી રહી છે.

Google search engine