Homeટોપ ન્યૂઝભારત સરકારની ચીન પર ડિજિટલ સ્ટ્રાઈકઃ આટલી એપ્લિકેશન પર બેન

ભારત સરકારની ચીન પર ડિજિટલ સ્ટ્રાઈકઃ આટલી એપ્લિકેશન પર બેન

નવી દિલ્હી:

ભારત સરકારે ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક કરતા રિસ્કી એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મુદ્દે અધિકારીએ જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલય છેલ્લા છ મહિનાથી ૨૮૮ ચાઈનીઝ લોન એપ્લિકેશન પર નજર રાખી રહ્યું હતું, જે અંતર્ગત ૯૪ જેટલી એવી એપ્લિકેશન હતી, જે થર્ડ પાર્ટી લિંકના માધ્યમથી કામગીરી કરતી હતી. તેથી ગૃહ મંત્રાલય આ બધી એપ્લિકેશનને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ આપવામાં આવ્યા પછી સંબંધિત વિભાગ દ્વારા આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગુપ્તચર એજન્સી દ્વારા મળેલી બાતમીના આધારે તેલંગણા, ઓડિશા અને ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાં ખાસ કરીને આ બધી એપ્લિકેશન પર કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી હતી. ત્યારબાદ સરકારે Chinese લિંક ધરાવતી ૧૩૮ બેટિંગ (સટ્ટા) એપ્લિકેશન અને ૯૪ લોન એપ્લિકેશન પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અલબત્ત, આ બધી શંકાસ્પદ એપ્લિકેશનની લિંક ચીન પાસેથી મળી છે. સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર ગૃહ મંત્રાલયના અનુરોધને લઈને Ministry of Electronics and Information Technology (MeitY)એ તેના પર તાત્કાલિક અને ઈમર્જન્સીના આધારે ચીની લિંકવાળી 138 એપ્લિકેશન અને 94 લોનવાળી એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા ચાલુ કરી છે. આ એપ્લિકેશન આઈટી એક્ટ 69નું ઉલ્લંઘન કરતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે, કારણ કે તેમાં એવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે ખતરો છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ભારત સરકારે ડેટા ચોરનારી 54 એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં યુઝર્સનો ડેટા ચોરીને ચીનના સર્વર પર મોકલવામાં આવતો હતો તથા શંકાસ્પદ સોફ્ટવેર કામગીરી કરતા હતા, જેમાંથી અમુક એપ્લિકેશન પણ એવી હતી જેના પર અગાઉથી બેન હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular