Homeઆમચી મુંબઈમધ્ય રેલવેનું Envionment Friendly પગલું વધારશે સ્ટેશન પરિસરની સુંદરતા

મધ્ય રેલવેનું Envionment Friendly પગલું વધારશે સ્ટેશન પરિસરની સુંદરતા

રેલવે ટ્રેકના મરમ્મત વખતના બ્લોકના સમયનો થશે સદુપયોગ
મુંબઈ: રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તાર તથા રેલવે ટ્રેકની આસપાસની જગ્યાના બ્યુટિફિકેશન અને હરિયાળી ઝુંબેશના ભાગરૂપે માર્ચ, 2023 સુધીમાં ૫૦,૦૦૦થી વધુ રોપાઓ વાવવામાં આવશે. મધ્ય રેલવેમાં રેલવે ટ્રેકના મરમ્મત કામકાજની સાથે ફૂલોની ખેતી કરવાની સાથે સાથે રેલવે ટ્રેકની આસપાસના વિસ્તારના બ્યુટિફિકેશન કરવાની પહેલ હાથ ધરવામાં આવી છે. હરિયાળી ઝુંબેશના ભાગરૂપે રેલવે ટ્રેકની આસપાસના વિસ્તારમાં સાફસફાઈ કરવામાં વધુ ભાર મૂકવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત રેલવે સ્ટેશનની આસપાસના પરિસરમાં સફાઈ કરવાની સાથે કચરામુક્ત બનાવવામાં આવશે, જ્યારે નવા રોપાઓની સાથે નવા ફૂલછોડની વાવણી કરવાની સાથે નવી વનસ્પતિ વાવવામાં આવશે. આ કામકાજ ખાસ કરીને રેલવે દ્વારા હાથ ધરવામાં આવનારા બ્લોક દરમિયાન પાર પાડવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પહેલના ભાગરૂપે માર્ચ, ૨૦૨૩ સુધીમાં ૫૦,૦૦૦થી વધુ રોપાઓ વાવવાની યોજના છે. આ પહેલની શરૂઆત તો ૧૯ અને ૨૦મી નવેમ્બરના ૨૭ કલાકના મેજર બ્લોક દરમિયાન કરવામાં આવી હતી. સીએસએમટી-ભાયખલા અને સેન્ડ હર્સ્ટ રોડથી વડાલાની વચ્ચેના બ્લોક વખતે ૧૨,૦૦૦થી વધુ રોપા લગાવવામાં આવ્યા હતા. મધ્ય રેલવેની મેઈન લાઈન તથા વડાલા રોડ સ્ટેશન સિહત વિભિન્ન રેલવે સ્ટેશન મળીને 400 વધુ રોપા વાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઈગતપુરી સેક્શનમાં 17,000 અને લોનાવલા ઘાટ તથા તેની આસપાસના વિસ્તારમાં 17,0000 રોપા લગાવાશે. આ ઝુંબેશમાં રેલવેના કર્મચારીની સાથે સામાજિક સંસ્થાના અધિકારી તથા સ્કૂલ-કોલેજના વિદ્યાથી ભાગ લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular