મુંબઈઃ મુંબઈ લોકલ એ મુંબઈગરાની લાઈફલાઈન છે અને જો આવતીકાલે તમે પણ બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો પહેલાં આ સમાચાર વાંચી લો. મેઈન્ટેનન્સ અને સિગ્નલ સિસ્ટમના મેઈન્ટેનન્સ માટે મધ્ય રેલવે દ્વારા માટુંગા-મુલુંડ વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે.
મધ્ય રેલવે પર સવારે 10.30 કલાકથી બપોરે 3.30 કલાક સુધી માટુંગા-મુલુંડ વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન અપ-ડાઉન ફાસ્ટ લોકલ અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે, જેને કારણે લોકલ ટ્રેનો નિર્ધારિત સ્થળે 10-15 મિનિટ મોડી પહોંચશે.
આ સિવાય હાર્બર લાઈન પર સીએસએમટી-ચુનાભટ્ટી, બાંદ્રા વચ્ચે અપ-ડાઉન લાઈન પર સવારે 11.30 કલાકથી 4.40 કલાક સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન સીએસએમટી-વડાલા રોડથી વાશી, બેલાપુર, પનવેલ અને પનવેલ, બેલાપુર, વાશીથી સીએસએમટી વચ્ચે ટ્રેનવ્યવહાર બંધ રહેશે. બધી જ ડાઉન હાર્બર લાઈનની ટ્રેનો અને સીએસએમટીથી બાંદ્રા, ગોરેગાંવ અને બાંદ્રા, ગોરેગાંવથી સીએસએમટી માટે રવાના થનારી ટ્રેનો રદ્દ રહેશે.
બ્લોકના સમયગાળા દરમિયાન હાર્બર લાઈન પર પ્રવાસ કરનારા પ્રવાસીઓને મેન લાઈન અને વેસ્ટર્ન લાઈન પર પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે