મુંબઈઃ બોલીવૂડ માટે પહેલેથી રેલવે સ્ટેશન, ટ્રેનો અને વર્કશોપ્સ સહિત અન્ય જગ્યાઓ મનપસંદ ડેસ્ટિનેશન બન્યા છે અને તેના શૂટિંગ મારફત રેલવે પણ દર વર્ષે નોંધપાત્ર કમાણી કરી છે. એના જ ભાગરુપે આ કેલેન્ડર વર્ષમાં મધ્ય રેલવેએ 2.32 કરોડ રુપિયાની આવક કરી હતી, જે અત્યાર સુધીની સર્વોત્તમ આવક છે. આ વર્ષે લગભગ 14 ફિલ્મના શૂટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં આઠ ફિચર ફિલ્મ, ત્રણ વેબ સીરિઝ અને એક ડોક્યુમેન્ટરી અને એક શોર્ટ ફિલ્મનો સમાવેશ થાય છે. ભારતીય રેલવેમાં મધ્ય રેલવે સૌથી મોટા ઝોન પૈકીનો એક ગણાય છે, જ્યારે અહીંના રેલવે સ્ટેશન, લોકલ ટ્રેન તથા વર્કશોપ્સની ઝાંખી પણ ભૂતકાળમાં અનેક ફિલ્મોમાં જોવા મળી છે. મધ્ય રેલવેએ આ વર્ષે ફિલ્મના શૂટિંગ પૈકી ટૂ બ્રાઈડ્સ માટે યેઓલા, કાન્હેગાંવ સ્ટેશન પર અઢાર દિવસ શૂટિંગ ચાલ્યું હતું, જેમાંથી 1.27 કરોડ રુપિયાની સૌથી વધુ આવક થઈ હતી. અન્ય બીજી ફિલ્મ આપ્ટા રેલવે સ્ટેશન પર ત્રણ દિવસ સુધી સ્પેશિયલ ટ્રેનનું શૂટિંગ કરવામાં આવ્યું હતું, જે ફિલ્મમાંથી મધ્ય રેલવેને 29.40 લાખની આવક થઈ હતી. અલબત્ત, જાન્યુઆરીથી ડિસેમ્બર, 2022ના એક વર્ષમાં મધ્ય રેલવેએ કુલ 2.32 કરોડની આવક પ્રાપ્ત કરી છે, જે 2021ની તુલનામાં 99 ટકાનો વધારો થયો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
વાહ, મધ્ય રેલવેએ ફિલ્મના શૂટિંગમાંથી આ વર્ષે આટલા કરોડની કરી કમાણી
RELATED ARTICLES