યુક્રેનથી આવેલા મેડિકલ સ્ટુડન્ટ્સને સરકારે આપી રાહત, આ એક્ઝામમાં બેસવાની આપી મંજૂરી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ નિર્માણ થતાં યુક્રેન ભણી રહેલા 20,000 જેટલા ભારતીય મેડિકલ સ્ટુડન્ટ્સને કેન્દ્ર સરકારની મદદથી પાછા લાવવામાં આવ્યા હતાં. આ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. સરકારે મેડિકલ સ્ટુડેન્ટ્સને Foreign Medical Graduation Exam માં બેસવાની પરવાનગી આપી છે.
વિદેશ મંત્રાલય દ્વારા મળી રહેલી માહિતી અનુસાર આશરે 20,000 ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનથી પાછા આવ્યા છે. કેટલાક દિવસ પહેલા National Medical Commissionએ નિયમોનું કારણ આગળ ધરીને આ વિદ્યાર્થીઓને રાહત આપવાનો ઈનકાર કર્યો હતો.
National Medical Commissionએ 28 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે મેડિકલના ફાઈનલ યરમાં ભણી રહેલા વિદ્યાર્થીઓને FMG પરીક્ષામાં બેસવાની અનુમતિ આપવામાં આવશે, જે કોરોના અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારત પાછા ફર્યા હતાં. National Medical Commission એ 23 જૂનના દિવસે રજૂ કરેલા સોગંધનામામાં જણાવ્યું હતું કે FMG પરીક્ષા પાસ થયા બાદ એક વર્ષના માનદંડ સિવાય બે વર્ષ માટે CRMI (કંપલસરી રોટેટિંગ મેડિકલ ઈન્ટર્નશિપ) કરવી પડશે, ત્યારબાદ તેમનું રજિસ્ટ્રેશન થઈ શકશે. સોગંધનામામાં જણાવ્યું હતું કે ક્લિનિકલ ટ્રાયલ માટે ઈન્ટર્નશિપનો કાર્યકાળને બમણો કરવામાં આવ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.