Metro 2A & 7A રુટમાં મેટ્રોની સર્વિસ ઉપલબ્ધ રહેશે નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ રેલવે ટ્રેક અને સિગ્નલિંગ યંત્રણા માટે રવિવારે ત્રણેય લાઈનમાં મેગા બ્લોક રહેશે, જેથી રવિવારે ટ્રેનોમાં મુસાફરી કરવાનું પ્રવાસીઓ માટે હાલાકીભર્યું સાબિત થઈ શકે છે. એના સિવાય મેટ્રો-ટૂએ અને સેવનના કોરિડોરમાં પણ મેટ્રોના વિવિધ કામકાજ માટે રવિવારે બ્લોક રહેશે, તેથી રવિવારના દિવસે લોકલ ટ્રેનોની સાથે મેટ્રો ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું મુશ્કેલીજનક બની શકે છે. રેલવે ટ્રેકના મેઈન્ટેનન્સ માટે રવિવારે અંધેરી-બોરીવલી સ્ટેશનની અપ એન્ડ ડાઉન ફાસ્ટ લાઈનમાં સવારના 10.00 વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી પાંચ કલાકનો બ્લોક રહેશે. બ્લોક દરમિયાન બોરીવલી-અંધેરીની વચ્ચે તમામ ફાસ્ટ ટ્રેનોને સ્લો કોરિડોરમાં દોડાવવામાં આવશે.
મધ્ય રેલવેની મેઈન લાઈનમાં કોઈ બ્લોક રહેશે નહીં, પરંતુ હાર્બર અને ટ્રાન્સહાર્બર લાઈનમાં વિશેષ બ્લોક રહેશે નહીં. હાર્બર લાઈનમાં સીએસએમટી-ચુનાભટ્ટી/બાંદ્રા ડાઉન હાર્બર લાઈનમાં સવારના 11.40 વાગ્યાથી બપોરના 44.0 વાગ્યા સુધી અને ચુનાભટ્ટી/બાંદ્રાથી સીએસએમટીના 11.10 વાગ્યાથી બપોરના 4.10 વાગ્યા સુધી તથા ડાઉન હાર્બર લાઈનમાં સીએસએમટીથી સવારના 11.04 વાગ્યાથી બપોરના 4.47 વાગ્યા સુધી વાશી/બેલાપુર/પનવેલ અને સવારના 10.48 વાગ્યાથી બપોરના 4.43 વાગ્યા સુધી સીએસએમટીથી બાંદ્રા/ગોરેગાંવ વચ્ચેની ટ્રેનસેવા રદ રહેશે, જ્યારે ટ્રાન્સ હાર્બર લાઈનમાં થાણે-વાશી/નેરુલ અપ એન્ડ ડાઉન લાઈનમાં સવારના 11.10 વાગ્યાથી બપોરના 4.10 વાગ્યા સુધી પાંચ કલાકનો બ્લોક રહેશે.
મેટ્રોમાં બ્લોક
મેટ્રો ટૂએ એન્ડ સેવનએ કોરિડોરમાં સિગ્નલિંગ સહિત અન્ય કામકાજ માટે રવિવારે સવારના છ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી બ્લોક રહેશે. મેટ્રો-ટૂએ અને મેટ્રોસેવન (દહાણુકરવાડીથી આરે કોલોની) વચ્ચેના કોરિડોરમાં રવિવારે મેટ્રોની સર્વિસીસ ઉપલબ્ધ રહેશે નહીં, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આવતીકાલે રાતના મુલુંડ-નાહુરની વચ્ચે સાડાચાર કલાકનો બ્લોક
મુંબઈઃ મધ્ય રેલવેમાં મુલુંડ-નાહુરની વચ્ચે ગર્ડર લોન્ચ કરવાને કારણે આજે રાતના સાડાચાર કલાકનો બ્લોક રહેશે, જેથી લોકલ ટ્રેનસેવા પર અસર પડશે. શનિવારે રાતના 1.20 વાગ્યાથી 4.20 વાગ્યાની વચ્ચે મુલુંડથી નાહુલની વચ્ચે પાંચમી-છઠ્ઠી લાઈન તથા વિક્રોલી-મુલુંડની વચ્ચે રાતના 1.20 વાગ્યાથી વહેલી સવારના 5.15 વાગ્યા સુધી અપ એન્ડ ડાઉન ફાસ્ટ સ્લો લાઈનમાં વિશેષ બ્લોક રહેશે