(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેને માત આપવા માટે ભાજપ અને શિંદે ગ્રૂપે કમર કસી છે, જે હેઠળ હવે કેન્દ્ર સરકારનો પણ સાથ તેમને મળ્યો છે. આગામી મુંબઈ મનપાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ૧૫,૦૦૦ કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી હોવાની જાહેરાત મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરી હતી.
અંધેરીમાં શહાજીરાજે ક્રીડા સંકુલમાં ‘મુંબઈ સૌંદર્યીકરણ પ્રોજેક્ટ’ અંતર્ગત પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરના પ્રોજેક્ટનું ભૂમિપૂજન શનિવારે કરવામાં આવ્યું હતું. એ સમયે મુખ્ય પ્રધાને કહ્યું હતું કે સુશોભીકરણના કામ બાદ મુંબઈને સુંદર રાખવાની જવાબદારી મુંબઈગરાની છે. મુંબઈનો વિકાસાત્મક બદલાવ કરવા માટે મુંબઈમાં પુનર્વિકાસના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. તે માટે કેન્દ્ર સરકારે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાના પ્રસ્તાવને મંજૂર કર્યા છે.
મુંબઈમાં સારી ગુણવત્તાના રસ્તાનું નિર્માણ કરવા માટે, સ્થાનિક યુવકો માટે રોજગાર નિર્માણ કરવા માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું બોલતા આ સમયે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે મુંબઈને સ્વચ્છ, સુંદર બનાવવાનો ડ્રાફ્ટ તૈયાર કરવામા આવ્યો છે. રસ્તાનું કૉંક્રીટાઈઝેશન કરવું, વીસ હજાર શૌચાલયો નિર્માણ કરવા અને ૨૪ કલાક તે સ્વચ્છ રાખવા જેવા પ્રોેજેક્ટ પણ હાથમાં લેવામાં આવવાના છે.
આંકાક્ષિત શૌચાલય તૈયાર કરવા માટે બમણું ભંડોળ આપવામાં આવશે. ઝૂંપડપટ્ટીમાં આ કાર્યક્રમ અંતર્ગત આંકાક્ષિત શૌચાલય, કમ્યુનિટીવ વોશિંગ મશીન ઉપલબ્ધ કરી આપવામાં આવવાના છે. એ સાથે જ હૅંગિંગ લાઈટના માધ્યમથી પ્રકાશની પણ વ્યવસ્થા કરવામાં આવવાની છે.
મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી પહેલા મુંબઈગરાને કેન્દ્રની ભેટ ૧૫ હજાર કરોડ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી
RELATED ARTICLES