ફિલ્મ ‘પઠાન’ના ગીત પર વિવાદ બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ નિર્માતાઓને ફિલ્મમાં કેટલાક ફેરફાર કરવાની સૂચના આપી છે. બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીએ ગુરુવારે જણાવ્યું કે આ ફેરફારોમાં ફિલ્મના ગીતો પણ સામેલ કરવામાં આવશે. CBFCએ પ્રોડક્શન હાઉસ યશ રાજ ફિલ્મ્સને ફિલ્મનું નવું વર્ઝન બોર્ડ સમક્ષ રજુ કરવા કહ્યું છે જે બોર્ડની માર્ગદર્શિકાને અનુરૂપ હોય. જોકે, ફિલ્મમાં શું ફેરફાર કરવામાં આવશે તેની માહિતી આપવામાં આવી નથી.
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર પઠાન ફિલ્મના ગીત ‘બેશરમ રંગ’ને લઈને વિવાદ થયો હતો. હિદુત્વવાદી સંગઠનો ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા હતા. વિરોધ કરવાવાળાઓએ આ ગીતમાં અભિનેત્રી દીપિકા પાદુકોણે પહેરેલી કેસરી રંગની બિકીનીને હિન્દુ ધર્મનું અપમાન ગણાવ્યું હતું.
પ્રસૂન જોશીએ જણાવ્યું કે ફિલ્મ પઠાન તાજેતરમાં CBFC પાસે સર્ટિફિકેશન માટે આવી હતી. મેકર્સને અમુક ફેરફાર કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે CBFC નો ઉદ્દેશ્ય નિર્માતાઓની સર્જનાત્મકતા અને પ્રેક્ષકોની લાગણીઓ વચ્ચે સંતુલન જાળવવાનો અને તે મુજબ ઉકેલ શોધવાનો છે. અમને એવો ભરોષો છે એકબીજા સાથે વાત કરીને ઉકેલ શોધવામાં આવશે.
હવે સવાલ એ છે કે શું ફિલ્મમેકર્સ ‘પઠાન’ના ગીતના દ્રશ્યોને બદલશે. હાલમાં મેકર્સે આ અંગે કોઈ જવાબ આપ્યો નથી. ફિલ્મ આવતા મહિને 25 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. અત્યાર સુધી મેકર્સે માત્ર એક ટીઝર અને બે ગીતો જ રિલીઝ કર્યા છે. રિલીઝને આડે બહુ ઓછો સમય બાકી છે. ચાહકો ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવી ચર્ચા છે કે બેશરમ રંગ ગીત પર થયેલા વિવાદ બાદ મેકર્સ ટ્રેલરને એડિટ કરી રહ્યા છે. આ સાથે કેટલાક રિપોર્ટ્સમાં એવું પણ કહેવા આવી રહ્યું કે પઠાનનું ટ્રેલર નવા વર્ષ પર રિલીઝ થઈ શકે છે.
પઠાન ફિલ્મ પર ચાલશે સેન્સર બોર્ડેની કાતર, બોર્ડે ફિલ્મ મેકર્સને અનેક કટ્સ સૂચવ્યા
RELATED ARTICLES