CBSE 12મા ધોરણનું પરિણામ જાહેર થયું, છોકરીઓએ બાજી મારી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

CBSEના વિદ્યાર્થીઓની રાહ આખરે પૂરી થઈ છે. CBSE ધોરણ 12માનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ૯૨.૭૧ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. CBSEના દસમા ધોરણનું પરિણામ પણ આજે જ જાહેર કરવામાં આવશે. પરિણામ નીચે આપેલ વેબસાઇટ પર જોઈ શકાશે.
cbse.gov.in
cbseresults.nic.in
results.gov.in
parikshasangam.cbse.gov.in
digilocker.gov.in
વિદ્યાર્થીઓ તેમના બોર્ડ પરીક્ષા રોલ નંબર, જન્મ તારીખ અને શાળા કોડનો ઉપયોગ કરીને આ વેબસાઇટ્સ પરથી તેમના સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકે છે. CBSE ધોરણ 12 નાં પરિણામો 2022 માં છોકરાઓ કરતાં છોકરીઓએ સારી પાસ ટકાવારી નોંધાવી છે. આ પરીક્ષામાં 94.54% છોકરીઓ પાસ થઇ છે જ્યારે છોકરાઓના પાસ થવાની ટકાવારી 91.25% છે.
સીબીએસઇ બોર્ડે જણાવ્યું છે કે અગાઉના વર્ષોની જેમ CBSE ધોરણ 12 ના પરિણામોમાં કોઈ મેરિટ સૂચિ નહીં હોય, પરંતુ બોર્ડ વિવિધ વિષયોમાં સૌથી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરશે. CBSE બોર્ડ ટર્મ -1 પરીક્ષા MCQ ફોર્મેટમાં લેવામાં આવી હતી. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને બહુવિધ પસંદગીના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જ્યારે ટર્મ-2 ની પરીક્ષા વર્ણનાત્મક (discriptive) ફોર્મેટમાં લેવામાં આવી હતી. સીબીએસઈએ તેના પરિણામ દસ્તાવેજમાં જણાવ્યું હતું કે થિયરી પેપર માટે ટર્મ-1 પેપરને માત્ર 30% વેઇટેજ આપવામાં આવ્યું છે જ્યારે ટર્મ-2ને 70% વેઇટેજ આપવામાં આવ્યું છે. પ્રેક્ટિકલ પેપર માટે 50-50 ફોર્મ્યુલાને અનુસરવામાં આવી છે.
ધોરણ 10 અને 12નાં લગભગ 35 લાખ વિદ્યાર્થીઓએ ટર્મ-2ની પરીક્ષા આપી હતી. જેમાં ધોરણ 10નાં 2116290 અને ધો. 12નાં 1454370 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 26મી એપ્રિલ, 2022 થી 15મી જૂન, 2022 સુધી દેશમાં વિવિધ સ્થળોએ હજારો કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી.

CBSE ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષામાં પાસ થવાના ગુણ 33% છે. વિષયોમાં જેમાં પ્રેક્ટિકલ અને થિયરી બંને આવે છે.
છેલ્લા ઘણા દિવસોથી CBSEના પરિણામની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ કોઈ પરિણામ આવ્યું ન હતું. આખરે CBSE બોર્ડ દ્વારા આજે પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. વિદ્યાર્થીઓમાં ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે

1 thought on “CBSE 12મા ધોરણનું પરિણામ જાહેર થયું, છોકરીઓએ બાજી મારી

Vipul Vaidya ને પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.