સીબીએસઈ (સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજ્યુકેશન)એ ગુરુવારે દસમા-બારમા ધોરણના બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કર્યું હતું.
સીબીએસઈના જણાવ્યા મુજબ દસમા અને બારમાની પરીક્ષા પંદરમી ફેબ્રુઆરી 2023થી ચાલુ થશે. સીબીએસઈએ ગુરુવારે પરીક્ષાની તારીખ જાહેર કરી હતી, જેમાં દસમા અને બારમા ધોરણની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ અગાઉ જાહેર કરવામાં આવી છે, જે બીજી જાન્યુઆરીથી 14મી જાન્યુઆરી વચ્ચે દસમા અને બારમા ધોરણની યોજવામાં આવશે. સીબીએસઈ તેની સત્તાવાર ટાઈમટેબલની તેની વેબસાઈટ પર જાહેર કરશે. વિદ્યાર્થી સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in અને cbse.nic.in પર જઈને ડાઉનલોડ કરી શકે છે.
તો આ તારીખથી સીબીએસઈની દસમા-બારમાની પરીક્ષા ચાલુ થશે
RELATED ARTICLES