CBIએ મનીષ સિસોદિયા સહિત 13 લોકો સામે લુક આઉટ નોટિસ જાહેર કરી, દેશ છોડવા પર પ્રતિબંધ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

Delhi: નવી એક્સાઈઝ પોલિસીને લઈને વિવાદોમાં ફસાયેલા દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા(Manish Sisodia) સહિત 13 લોકો સામે CBIએ લુક આઉટ નોટિસ(Lookout notice) જાહેર કરી છે. તમામને દેશ છોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. શુક્રવારે CBIની ટીમે મનીષ સિસોદિયાના સરકારી નિવાસ ઉપરાંત વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીબીઆઈએ દરોડા દરમિયાન કેટલાક દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ જપ્ત કર્યા છે, જેની હાલ તપાસ ચાલી રહી છે.
CBIની કાર્યવાહી બાદ મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલા કરી રહ્યા છે. મનીષ સિસોદિયાએ ટ્વીટ કરી કહ્યું કે,’તમારા બધા દરોડા નિષ્ફળ ગયા છે, તેમને કશું મળ્યું નથી, એક પૈસાની પણ હેરા ફેરી નથી મળી, હવે તમે લુક આઉટ નોટિસ જાહેર કરી છે કે મનીષ સિસોદિયા મળી નથી રહ્યાં. આ શું ખેલ છે મોદીજી? હું દિલ્હીમાં જ છું, બોલો ક્યાં આવું?’

“>

આ ઉપરાંત તેમણે વિડીયો શેર કરતા એક ટ્વીટમાં લખ્યું કે, “ભાજપ અને સીબીઆઈના દરોડા અંગે મોદીજીનું આ નિવેદન જરૂર સાંભળો. જો તમે નહીં સાંભળો તો તમે એક બહુ મોટું સત્ય જાણવાથી વંચિત રહી જશો.”

“>

આ ઉપરાંત તેમણે વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા લખ્યું કે, “ધીમે ધીમે ઋતુઓ પણ બદલાતી રહે છે, પરંતુ પવન પણ તમારી ગતિથી આશ્ચર્યચકિત છે, સાહેબ.”
નોંધનીય છે કે તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે મનીષ સિસોદિયાને કંપની દ્વારા કથિત રીતે 1 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. જ્યારે સિસોદિયાએ કહ્યું કે તેમણે કંઈ ખોટું કર્યું નથી અને તેઓ CBI તપાસ અને તેના દરોડાથી ડરતા નથી.
14 કલાક ચાલેલી કાર્યવાહી દરમિયાન સિસોદિયાનો મોબાઈલ, લેપટોપ જપ્ત કરાયા છે. CBIએ કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.