મુંબઈ પોલીસના ભૂતપૂર્વ કમિશ્નર સંજય પાંડે અને NSEના ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણની મુશ્કેલીઓ વધી: CBIએ કેસ નોંધ્યો, અનેક જગ્યાએ દરોડા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

Mumbai: CBIએ મુંબઈ પોલીસના ભૂતપૂર્વ કમિશ્નર સંજય પાંડે વિરુદ્ધ ગેરકાયદે ફોન ટેપિંગ મામલે કેસ નોંધ્યો છે. સંજય પાંડે સિવાય NSEના ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણ સહિત કેટલાક અન્ય લોકો સામે અલગ અલગ ફોજદારી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. CBIએ આ મામલે મુંબઈ, પુણે સહિત અન્ય જગ્યાઓ પર દરોડા પાડી રહી છે.

CBIના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર દરોડાની કાર્યવાહી દરમિયાન કેટલાક વાંધાજનક દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ મળ્યા છે. આ કેસ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ પર નોંધવામાં આવ્યો છે. આ મામલે આરોપ છે કે વર્ષ 2009થી વર્ષ 2017 દરમિયાન એનએસઇના તત્કાલીન પ્રમુખ ચિત્રા રામકૃષ્ણે સંજય પાંડે સાથે ગુનાહિત કાવતરુ રચીને NSEના અનેક કર્મચારીઓના ફોન ટેપ કરાવ્યા હતા. ગેરકાયદે ટેપિંગ મામલે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર સંજય પાંડે દ્વારા બનાવવામાં આવેલી કંપનીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કંપની પાસે જ NSEની સિક્યોરિટી ઓડિટનું કામ હતું. આ કંપનીએ ગેરકાયદે રીતે ફોન ટેપ કર્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.