Delhi: દિલ્હીમાં નવી એક્સાઈઝ પોલિસીમાં કથિત ભ્રષ્ટાચાર અંગે CBIએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના બેંક લોકરની તપાસ શરૂ કરી. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના અધિકારીઓ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના વસુંધરા સેક્ટર 4 સ્થિત પંજાબ નેશનલ બેંકની બ્રાંચમાં તપાસ કરવા પહોંચ્યા છે. બીજી તરફ પત્ની સાથે બેંક પહોંચેલા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે તપાસમાં કંઈ જ નહીં મળે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે CBIની ટીમ લોકરના રજિસ્ટરની તપાસ કરશે અને સાથે સાથે મનીષ સિસોદિયાના બેંક ખાતાની માહિતી પણ એકત્રિત કરશે, આ તપાસમાં સમય લાગી શકે છે. એક્સાઈઝ પોલિસીમાં થયેલા કથિત કૌભાંડને લઈને તપાસ થઇ રહી છે.
આ પહેલા ગઈકાલે સોમવારે મનીષ સિસોદિયાએ ટ્વીટ કહ્યું હતું કે આવતીકાલે સીબીઆઈ અમારા બેંક લોકર જોવા આવી રહી છે. 19મી ઓગસ્ટે મારા ઘરે 14 કલાકના દરોડામાં કંઈ મળ્યું નથી. લોકરમાં પણ કંઈ મળશે નહીં. સીબીઆઈ આપનું સ્વાગત છે. તપાસમાં મને અને મારા પરિવારનો સંપૂર્ણ સહયોગ રહેશે.

“>

લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22ના અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચારની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. સરકારે જુલાઈમાં આ નીતિ પાછી ખેંચી હતી. લેફ્ટનન્ટ ગવર્નરની ભલામણોના આધારે સીબીઆઈએ કથિત આબકારી નીતિ કૌભાંડ અંગે એફઆઈઆર નોંધી હતી. મનીષ સિસોદિયા સહિત 15 લોકો વિરુદ્ધ એફ આઈઆર નોંધવામાં આવી હતી. સીબીઆઈએ 19 ઓગસ્ટના રોજ સિસોદિયાના ઘર સહિત 31 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ ઉપરાંતહીં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીની એક્સાઇઝ પોલિસીમાં કથિત અનિયમિતતાઓની તપાસ માટે મની લોન્ડરિંગનો કેસ પણ નોંધ્યો છે.

Google search engine