વલસાડમાં ગૌ તસ્કરોની ક્રુરતા: બે ગૌવંશને ઇન્જેક્શન આપી કારની ડેકીમાં ભરી ફરાર થઇ ગયા

આપણું ગુજરાત

Valsad: એક તરફ સરકાર ગૌ તસ્કરી વિરુધ કડક કાયદા બનાવી રહી છે ત્યારે બીજી તરફ રાજ્યમાં ગૌ તસ્કરો બેફામ બન્યા છે. વલસાડમાં ફરી એક વખત ગૌ તસ્કરોની ક્રુરતાનો વિડીયો સામે આવ્યો છે. વલસાડના છીપવાડ વિસ્તારમાં ગૌ તસ્કરો રસ્તા પર બેઠેલ બે ગૌવંશને ઘેનનું ઇન્જેક્શન આપી ક્રૂરતાપૂર્વક કારની ડીકીમાં ભરીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે ગૌ તસ્કરોને પકડવા તપાસ હાથ ધરી છે.

વલસાડમાં થયેલી ગૌ તસ્કરીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મોડી રાત્રે વલસાડ શહેરના છીપવાડ વિસ્તારમાં હનુમાનજી મંદિર નજીક જાહેર રસ્તા પર બેસેલા બે ગૌવંશને ગૌ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. ગૌ તસ્કરોએ એક કાર લઈને આવ્યા હતા.

વિડીયોમાં જોવા મળતા દ્રશ્યો પ્રમાણે પહેલા તો તેઓ બંને ગૌવંશને ઈન્જેક્શન આપીને બેહોશ કરે છે, ત્યારબાદ બંને ગૌવંશઢસડીને કારની ડેકીમાં ક્રૂરતાપૂર્વક ભરી દે છે. બાદમાં ગણતરીની મિનિટમાં જ ઘટના સ્થળેથી ફરાર થઇ જાય છે. આ મામલે પોલીસ યોગ્ય દિશામાં તપાસ કરે તો મોટું કૌભાંડ પણ બહાર આવી શકે છે.
મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ વલસાડ જિલ્લામાં ગૌ તસ્કરીના અનેક બનાવો બન્યા છે. ગૌ તસ્કરોને રોકવામાં પ્રયાસમાં ગૌરક્ષકો અને પોલીસ પર પણ જીવલેણ હુમલાના બનાવો બની ચૂક્યા છે. ત્યારે ફરીથી એક ગૌ તસ્કરીની ઘટના બનતા સ્થાનીક ગૌસેવકોમાં રોષનો માહોલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.