અમિતાભે મને કરોડપતિ બનાવી દીધો

ફિલ્મનામા-નરેશ શાહ કોમેડિયન મેહમૂદના ભાઈ અનવર અલીનાં અમિતાભ બચ્ચન સાથેનાં સંસ્મરણો આપણે વાગોળી રહ્યા છીએ. એ અનવર અલી કે જેના ઘરે જ સ્ટ્રગલના દિવસોમાં અમિતાભ બચ્ચન રહ્યા હતા. એ અનવર અલી કે જેની સગી બહેન મીનુ મુમતાઝે અમિતાભે ભાડે લીધેલા પ્રથમ ફ્લેટને શણગારી આપ્યો હતો. એ અનવર અલી કે જેઓ પોતાના ફેમિલી માટેના આમંત્રણ પર […]

Continue Reading

ફાલ્ગુની પાઠક-શુભા મુદગલના સાવન સોન્ગ

ગુજરાતીમાં વર્ષાઋતુ પર અઢળક અને એક એકથી ચડે એવી કવિતાઓ લખાઈ છે. જોકે ગુજરાતી ફિલ્મોમાં સાવન શબ્દવાળા ગીત લખવા બિલોરી કાચ લઈને નીકળીએ તો કંઈ હાથમાં નથી આવતું. ઉપેન્દ્ર ત્રિવેદી-સ્નેહલતાની ‘ચૂંદડીનો રંગ’ (૧૯૭૬)માં ‘વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં’ એવું વરસાદી ગીત છે ખરું. બીજાં પણ છે. જોકે સાવન-શ્રાવણ ભાદરવો તો કલાકારોની આંખોમાંથી વહેવડાવવામાં ગુજરાતી […]

Continue Reading

સુખ વહેંચવા ભલે સંગત જોઈતી હોય, પણ દુ:ખ વહેંચવા તો અંગત જ હોવું જોઈએ

અરવિંદ વેકરિયા આમ હર્ષદ ગાંધી, એક સારા કલાકારનું ફાઈનલ કરી નાખ્યું નોકરના પાત્ર માટે. દેવેન્દ્ર પંડિત, નયન ભટ્ટ, સંજીવ શાહ, શરદ વ્યાસ પણ, લગભગ નાના સીન્સ હર્ષદના બધા સાથે હતા. મેં સ્ક્રિપ્ટ હર્ષદ ગાંધીને પહોંચાડી દીધી. બધું સમજાવી પણ દીધું. બે દિવસ પછી રિહર્સલ રાખવાનું નક્કી કરી લીધું. પંડિતજી અને નયનબહેનને પણ આ બે દિવસ […]

Continue Reading

એ ભાઈ, આ ઈન્ટરવલ આખરે હોય છે શા માટે?

ઈન્ટરવલથી રસભંગ થાય કે પછી પોપકોર્ન બ્રેક તો હોવો જ જોઈએ? શોશરાબા -દિવ્યકાંત પંડ્યા તમને ખબર છે ફિલ્મમાં ઈન્ટરવલ શા માટે આપવામાં આવે છે? પોપકોર્ન, સમોસા ને કોલ્ડ ડ્રિન્ક માટે? કે પછી જાહેરાતો અને બીજી ફિલ્મ્સનાં ટ્રેલર જોવા માટે? કે પછી વોશરૂમમાં જવાના બ્રેક માટે, રાઈટ? રોન્ગ! ઓહ હા, ફિલ્મની વચ્ચે ફર્સ્ટ હાફની ચર્ચા કરવા […]

Continue Reading

હાલાજી તારા હાથ વખાણું, કે પટી તારાં પગલાં વખાણું!

બેસ્ટ કોસ્ચ્યુમના એવોર્ડ મેળવવામાં પિરિયડ ફિલ્મો મેદાન મારી જાય છે એમાં વાર્તાની ભવ્યતા સાથે એ સમયની સામગ્રી તૈયાર કરવામાં રાખેલી ચીવટ પણ એટલી જ જવાબદાર છે કવર સ્ટોરી -હેન્રી શાી ‘મુઘલ – એ – આઝમ’ જોઈને દર્શકોની આંખો અંજાઈ ગઈ. ફિલ્મનાં વિવિધ પાસાના વખાણ થયા, પણ એ ફિલ્મ બનાવવા પાછળ કેવી જહેમત, કેવી ચોકસાઈ – […]

Continue Reading

હું દિલથી રોમેન્ટિક છું, મેં મારી મર્યાદામાં રહીને પ્રેમમાં મર્યાદા તોડી છે: અર્જુન કપૂર

નીધિ ભટ્ટ અર્જુન કપૂર એક વર્સેટાઈલ એક્ટર છે. રોમેન્ટિક હીરોથી લઈને મારધાડ વાળી ફિલ્મોમાં તે પ્રભાવશાળી અભિનય કરે છે. પણ હાલમાં જ એક્ટિંગની દુનિયામાં એક દાયકો પૂર્ણ કરનાર અભિનેતા અર્જુન કપૂર ટૂંક સમયમાં ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’માં પ્રેમના ઘેરા રંગો બતાવતો જોવા મળશે. એક વિશિષ્ટ મુલાકાતમાં, અર્જુન કપૂરે તેની કારકિર્દી, ફિલ્મોની પસંદગી તેમજ પ્રેમના વિવિધ […]

Continue Reading

મેરી ગિટાર હી પેહચાન હૈ, ગર યાદ રહે!

ભૂપિન્દર સિંહે સ્થૂળ ભાવે ભલે આપણી વચ્ચેથી વિદાય લીધી, પણ ગઝલ, ગિટારવાદન અને વિશિષ્ટ અવાજના ગાયક તરીકે સદૈવ આપણી વચ્ચે જીવંત રહેશે હેન્રી શાી ‘ગિટારવાદનની વાત કરવા બેસીએ તો ભૂપિન્દર સિંહની આસપાસ પણ ફરકી શકે એવું કોઈ નથી,’ સંગીતની દુનિયામાં ઊંચા આસને બિરાજમાન નૌશાદ સા’બના આ શબ્દો સોમવારે આપણી વચ્ચેથી ક્ષર દેહે વિદાય લેનારા ભૂપિન્દર […]

Continue Reading

એક જરા સા હી સચ કહ ગયા થા યે દિલ, દેખિયે રુઠ કર યાર જાને લગા…

રંગીન ઝમાને-હકીમ રંગવાલા વાચકો, દોસ્તો, આપણે અહીંયાં આ કોલમમાં હિન્દી ફિલ્મો અને ફિલ્મને લગતી વાતો માંડીએ છીએ, પણ આજે એક અંગ્રેજી ફિલ્મની વાત એટલા માટે મૂકીએ છીએ કે એ ફિલ્મ સાથે હિન્દી ફિલ્મ અને કલાકારો સંકળાયેલાં છે. એક વખત એવું બન્યું, એક મિત્ર ફરવા માટે મુંબઈ પહોંચ્યા અને એ વખતે કોઈ પણ કાઠિયાવાડી મુંબઈ પહોંચે […]

Continue Reading

અનવર માટેની દુઆ અમિતાભને ફળી?

ફિલ્મનામા -નરેશ શાહ મારા ભાઈના પ્રોડક્શન હાઉસમાં ‘બોમ્બે ટુ ગોવા’ ફિલ્મ બનાવવાનું નક્કી થયું ત્યારે શરૂઆતના તબક્કે ભાઈની (કોમેડિયન મેહમૂદની) ઈચ્છા લીડ રોલમાં જિતેન્દ્રને લેવાની હતી, કારણ કે તેઓ એ સમયના બેસ્ટ ડાન્સ કરી શકનારા એક્ટર હતા. મેં મેહમૂદ ભાઈજાનને ભલામણ કરી કે આ રોલ માટે તમે અમિતાભને લો. જોકે જમાનાના ખાધેલ મેહમૂદભાઈને અમિતાભની ડાન્સ […]

Continue Reading

સંબંધોની પરીક્ષા ન લેવી જોઈએ, સામેવાળા જો નાપાસ થાય તો આપણે દુ:ખી થઈએ

અરવિંદ વેકરિયા આમ ‘તિરાડ’ નાટકનો પ્રથમ પ્રયોગ રામલીલા મેદાન જેવા ઓપન-એર થિયેટર, મલાડ-પૂર્વમાં યોજાઈ ગયો. હવે જાહેર પ્રયોગ હતો, બિરલા ક્રીડા કેન્દ્ર-ચોપાટીમાં. દુ:ખ એક જ વાતનું થયું કે તરુણ નાયક પોતાનું કૌવત બતાવી મારો ભરોસો સાચવી ન શક્યો. એની વાત તો જરા વિચિત્ર હતી કે ‘એક વાર મેક-અપ મોઢા પર ચડશે કે મારું પાત્ર દાદુ, […]

Continue Reading