જીવનની અભિવ્યક્તિ દ્વંદ્વમાં

અહીં સારાની સાથે ખરાબ અને ખરાબની સાથે સારું જોડાયેલું છે જિનદર્શન – મહેન્દ્ર પુનાતર ભીડ પડે ત્યારે ભગવાન યાદ આવે છે. સુખ અને દુ:ખ બે અંતિમો પર પ્રભુનું સ્મરણ થાય છે. વધારે પડતું સુખ અને વધારે પડતું દુ:ખ અંતરમનને ઢંઢોળે છે. સુખની પરાકાષ્ઠામાં માણસને બોધ થાય છે કે કહેવાતા આ સુખમાં સાર નથી. સુખની સાથે […]

Continue Reading

અક્કલદાસની સાધનાધારા

ભજનનો પ્રસાદ – બળવંત જાની ઈ.સ.૧૭૮૦ની આસપાસના સમયગાળામાં દાસી જીવણના સમકાલીન અક્કલદાસ ભીમસાહેબના શિષ્ય તરીકે જાણીતા છે, પણ બહુ પ્રકાશમાં નથી. એમણે સિદ્ધિ પછી પણ સાધનાને છોડી નહીં. મોટા સિદ્ધ સાધક તરીકે જ યોગસાધનામાં ક્રિયારત રહેતા. એમણે રચેલી વાણીમાંથી એનો પરિચય મળી રહે છે. સુરેન્દ્રનગર જિલ્લાનું થાનગઢ-પંચાળનું પ્રખ્યાત પરગણું. ગેડિયા-ગરોળા હરિજન ગુરુ બ્રાહ્મણ પરિવારમાં એમનો […]

Continue Reading

તન, મન અને પર્યાવરણનું રક્ષણ કરે છે વટસાવિત્રી વ્રત

મીમાંસા- મુકેશ પંડ્યા આ પૃથ્વી પર અસંખ્ય વૃક્ષો છે, પરંતુ જેને વેદોમાં વટવૃક્ષ અથવા તો મહાવૃક્ષ કહેવામાં આવ્યું છે એ વડલાની વાત જ કંઇક ન્યારી છે. વડના એક એક ગુણધર્મ જાણ્યા પછી તમને લાગશે કે ખરેખર વડ એ તો આપણાં માતા અને પિતા બન્ને છે. ચોખ્ખી હવા : વાતાવરણમાં રહેતાં ઝેરી તત્ત્વો કે પ્રદૂષણને દૂર […]

Continue Reading

સપ્ત બદરી, સપ્ત પ્રયાગ

જીવનનું અમૃત -ભાણદેવ (ગયા અંકથી ચાલુ) રાત્રે કડકડતી ઠંડીમાં ઠૂંઠવાઇને અમે પથારીમાં ઢબૂરાઇ ગયા હતા. થાક પણ ખૂબ હતો. મનમાં હતું: સવારે મોડા ઊઠીશું તો ચાલશે. પરંતુ આ તો ભગવાન નારાયણની તપશ્ર્ચર્યાભૂમિ છે. આ તો તપનું ધામ છે. અહીં મોડે સુધી પથારીમાં ઢબૂરાઇ શકાય જ નહીં. વહેલી સવારે ઊંઘ ઊડી જ ગઇ અને શરીર સાવ […]

Continue Reading

ઠાકર-બ્રાહ્મણ પરિવારનાં વીરબાઈ સતી માતા

અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ રાજકોટ જિલ્લાના ગોંડલથી માત્ર સાત કિલોમીટરના અંતરે ગોંડલ-આટકોટ હાઈ-વે પર આવેલા ઘોઘાવદર ગામના પાદરમાં નદીકાંઠે આવેલ વીરબાઈ સતી માતાની દેહરી અનેક બ્રાહ્મણ પરિવારો, જાડેજા ક્ષત્રિય પરિવારો, કણબી-પટેલ સહિત અન્ય જ્ઞાતિના પરિવારો અને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટેનું પણ તીર્થધામ છે. અરડોઈના રાજા જાડેજા મોટાકુંભાજીના પાટવી કુંવર સગ્રામજી ગોંડલની ગાદીએ ઈ. […]

Continue Reading

શિક્ષકે વિદ્યાર્થીને પ્રવીણ બનાવવાની સાથે પ્રામાણિક પણ બનાવવાનો છે

માનસ મંથન – મોરારિબાપુ આપણે મૂલ્યવિહીનતા અને સંવેદનશીલતાના દુષ્કાળની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. વિદ્યાર્થીનો શૈક્ષણિક રૂપે વિકાસ થાય છે, પરંતુ નૈતિકતાનો હ્રાસ થાય છે! ચિત્રકૂટ શ્રેષ્ઠ શિક્ષક એવૉર્ડના આ પ્રસંગે હું કહું છું કે, શિક્ષકે એની પાસે આવતા વિદ્યાર્થીને વિવિધ વિષયોમાં પ્રવીણ અને કાર્યકુશળ તો બનાવવાનો છે, પરંતુ સાથોસાથ તેને પ્રામાણિક પણ બનાવવાનો છે. […]

Continue Reading