નવરીબજારના નવ ગુણ: બારે માસ ટાઇમપાસ!

મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ: આરામ હરામ છે પણ ઇટ્સ ઓકે, એમાંયે ટેવાઇ જવાશે!(છેલવાણી) “મમ્મી, ફુરસદ એટલે શું?, બાળકે પૂછ્યું. “ફુરસદ એટલે એવો સમય જેમાં ‘મમ્મી’, ઘરકામ સિવાયનું બીજું કામ કરી શકે! જી હાં, આજના જમાનામાંયે ઘરઘરની આ વાસ્તવિકતા છે. લેકિન..કિંતુ..પરંતુ ગુલઝાર દ્વાર ગાલિબનું ચોરેલું ગીત પણ છે: “દિલ ઢૂંઢતા હૈ, ફિર વહી ફુરસત કે […]

Continue Reading

કાળાપાણી – જીવતે જીવ નર્ક સમી ભારતની સહુથી ભયાનક જેલ – સેલ્યુલર જેલ

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી ભારત દેશનાં સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ વિશે ભાગ્યે જ કોઈ અજાણ હશે. એ સંઘર્ષનો સહુથી કારમો કાળ એટલે કાળાપાણી. આ સજાનો ખૌફ જ એટલો હતો કે સજા સાંભળીને રૂહ કાંપી ઉઠતી. અંગ્રેજ સરકારની બર્બરતા ખૂબ જ ભયાનક હતી જેમાં તેઓ માનસિક અને શારીરિક રીતે ક્રાંતિકારીઓને તોડી નાંખતા અને સતત તોડતા રહેતા. બ્રિટિશ […]

Continue Reading

મંત્રી

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ આપણો દેશ મંત્રીઓથી ભર્યો પડ્યો છે. આપણા દેશમાં કેટલા બધા મંત્રીઓ છે? નાના, મોટા, રાજ્યના, કેન્દ્રના, નવા, હાલના, ભૂતપૂર્વ એવા ઘણાં બધા મંત્રીઓ છે. આ બધા મંત્રીઓ દેશમાં કચરાની જેમ ફેલાયેલા છે. સરકારનો તંબુ મંત્રી નામના હાલતા ડોલતા લાકડા પર ટકી રહ્યો છે. લાકડાઓ હાલતા રહે છે, સરકાર ચાલતી […]

Continue Reading

આઈલેન્ડ પ્રકરણ ૨૯

પ્રવીણ પીઠડિયા દમયંતી દેવીનો ક્રોધ કેમેય કરીને શાંત થતો નહોતો. મહારાજાની આંગળીઓનાં નિશાન ભલે ગાલ ઉપર પડયાં હોય પરંતુ એના સોળ તેમનાં જીગરમાં ઉઠયાં હતા. પોતાના બન્ને હાથ ઘસતા તેઓ આમથી તેમ આંટા મારી રહ્યાં હતાં. ભયાનક ગુસ્સાથી તેમનું માથું ફાટ-ફાટ થતું હતું અને મહારાજાની કરતૂતોનો બદલો કેવી રીતે વાળવો એનું ધમાસાણ મનમાં ચાલતું હતું. […]

Continue Reading

રેસ્ટોરાંમાં મંદિર કે મંદિરમાં રેસ્ટોરાં?

રંગ છલકે -ક્ધિનર આચાર્ય કર્ણાટક ડાયરી વહેલી સવારે અમે જાગી ગયા. સૌપ્રથમ બેન્ગલુરુ પેલેસ જોવાનું નક્કી કર્યું હતું. પેલેસ દસ વાગ્યે ખૂલે છે. અમે વહેલા જ પહોંચી ગયા હતા. પેલેસના ગેટ ખૂલ્યા અને અમે અંદર પ્રવેશ કર્યો. બેન્ગલુરુ પેલેસ એક વિશાળ, ખૂબ વિશાળ પ્રોપર્ટી છે. ૪૫૪ એકરમાં ફેલાયેલા કેમ્પસમાં ૪૫ હજાર ચોરસ ફૂટ બાંધકામ ધરાવતો […]

Continue Reading

અણ્ણા હઝારેની ચઢતી, પડતી અને મીડિયા

ત્રિકોણનો ચોથો ખૂણો – વિક્રમ વકીલ મહાત્મા ગાંધીનું અનુકરણ કરી લોકઆંદોલન કે જનઆંદોલનનું તરણું ઝાલીને આપણા દેશમાં ઘણા આંદોલનકારીઓ નેતા અને સુપરહીરો બની ગયા. કેટલાક આંદોલનકારી નેતાઓ ગુમનામીની ગર્તામાં પણ ધકેલાઈ ગયા. આ બધામાં અન્ના હઝારેનો જે રીતે રાતોરાત ઉદય થયો અને ગણતરીના સમયમાં જ લોકપ્રિયતાના શિખરેથી ગુમનામીની ખીણમાં ધકેલાઈ ગયા એ ઐતિહાસિક છે. સમાજશાસ્ત્રીઓ […]

Continue Reading

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં શક્તિપરીક્ષણ

સર્વાનુમત આવકાર્ય, પણ સત્તા પક્ષનું પલ્લું ભારે ગુજરાત અને રાજ્યોમાં ભાજપ ભણીનો પવન ૭૨ વર્ષમાં માત્ર એક જ વાર બિનહરીફ ચૂંટણી કારણ-રાજકારણ – ડૉ. હરિ દેસાઈ રાષ્ટ્રપતિની ચૂંટણીની જાહેરાત સાથે જ હવેના રાષ્ટ્રપતિ કોણ બનશે એની અટકળોમાં એમની સર્વાનુમત વરણી હશે કે ખરાખરીનો જંગ ખેલાશે એની ચર્ચા ચાલુ છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસે પાછલી હરોળમાં રહેવાનું […]

Continue Reading

ગુજરાતી રંગભૂમિ, સંગીતજગત અને સાહિત્યજગતે રંગ જમાવ્યો

ગુજરાતી રંગભૂમિના માંધાતા કહેવાતા મોટા ભાગના કલાકારો અને સર્જકોએ ઈ-મેઇલ દ્વારા મળેલા એક નિમંત્રણને સહર્ષ સ્વકારી મહોત્સવમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. રંગમંચનું ખૂબ જ સન્માનનીય નામ એવાં અભિનેત્રી સરિતા જોશી, ફિલ્મ અભિનેતા હિતેન કુમાર, અભિનેતા દિલીપ જોશી, નિર્માતા આશિત મોદી, નાટ્યલેખક પ્રવીણ સોલંકી, જાણીતા સેક્સોલોજિસ્ટ ડોક્ટર પ્રકાશ કોઠારી, લેખક-ફિલ્મસર્જક સંજય છેલ, નાટ્યકલાકાર અને લેખક […]

Continue Reading

સ્થિતિની ગંભીરતા આપણી વિચારસરણી પર આધાર રાખે છે.

જે સ્થિતિ આવે એ સ્થિતિને સ્વીકારી લેવાની તૈયારી સાથે જીવીએ તો જિંદગી જીવવા જેવી બની જતી હોય છે સુખનો પાસવર્ડ -આશુ પટેલ એક પરિચિત યુવાનને હાર્ટ એટેક આવી ગયો. તેની ઉંમર ચાલીસ વર્ષ જેટલી છે. તેની લાઈફસ્ટાઈલ અને કંઈ પણ ખાવાની આદતોને કારણે તેના શરીરને નુકસાન પહોંચ્યું હતું. તેને હળવો હાર્ટ એટેક આવ્યો હતો. જોકે […]

Continue Reading

‘અતિથિ’ તમારી જાવાની ‘તિથિ’ ક્યારે?

શરદ જોશી સ્પીકિંગ – ભાવાનુવાદ: સંજય છેલ તારા આગમનના ચોથા દિવસે, વારંવાર આ સવાલ મારા મનમાં ઊઠી રહ્યો છે, ‘ઓ મેહમાન ઉર્ફ અતિથિ, તું ક્યારે જશે?’ મારા વ્હાલા ગેસ્ટ! તું ક્યારે ઘરમાંથી નીકળશે? તું જે સોફા પર પગ લંબાવીને બેઠો છે, એની બરાબર સામે એક કેલેન્ડર લાગ્યું છે, જેની લહેરાતી તારીખો હું તને રોજ બતાવીને […]

Continue Reading