પોતાના જીવનના ભોગે લોકોનું ભલું કરનારા માણસનું જીવન સાર્થક ગણાય

વિરોધનો કે સંઘર્ષનો સામનો કરીને પણ દુનિયાના ભલા માટે ઝઝૂમનારા વૈચારિક નેતા થોમસ માલ્થસની અનોખી જીવનસફર સુખનો પાસવર્ડ -આશુ પટેલ બે સદી અગાઉ સમાજમાં સુધારો લાવવા માટે દુનિયાને વધુ સારી બનાવવા માટે ઘણા ક્રાંતિકારી નેતાઓએ અવાજ ઉઠાવ્યો અને એ માટે તેમણે આકરી કિંમત પણ ચૂકવવી પડી. એવા જ એક વૈચારિક નેતા હતા, થોમસ રોબર્ટ માલ્થસ. […]

Continue Reading

અનેક જિઓપોલિટિકલ અવરોધો વચ્ચે પણ સંપત્તિસર્જન જોરમાં

સ્પેશિયલ -જયેશ ચિતલિયા કોવિડ મહામારી વચ્ચે પણ વિશ્ર્વની નાણાકીય સંપત્તિમાં ૨૦૨૧મા ૫૩૦ લાખ કરોડ ડોલરનો વધારો થયો છે, નવાઈ લાગી શકે, કિંતુ આ હકીકત છે. બીજી નવાઈની વાત પણ જાણી લો, હાલના ગ્લોબલ પડકારોના સમયમાં પણ બિલિયનર્સની સંખ્યા વધી રહી છે. અનેક ભારતીય સંપત્તિવાનો પરદેશમાં શિફટ થઈ રહ્યા છે, જેના પોતાના આગવા કારણ છે, જો […]

Continue Reading

નેતૃત્વ, કરુણાના આદર્શ ફિલ્ડમાર્શલ સેમ માનેક શૉને આદરાંજલિ

વિશેષ મુંબઇના સ્થિત કોલાબા મિલિટરી સ્ટેશન સ્થિત શહીદ સ્મારક પર ફિલ્ડમાર્શલ સેમ માનેકશૉની પુણ્યતિથિ ૨૭મી જૂન, ૨૦૨૨ તારીખે સંરક્ષણ દળો અને નાગરિકો દ્વારા તેમને આદરાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ફિલ્ડમાર્શલ સેમ માનેકશૉ, એમસીને સેમ બહાદુર તરીકે પણ સંબોધન કરવામાં આવતું હતું. તેઓ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમ્યાન ભારતીય સૈન્યના વડા હતા અને ફિલ્ડમાર્શલની કક્ષાએ પહોંચનારા પ્રથમ […]

Continue Reading

ત્રિકાળ-૪૩

‘આટઆટલી કસોટીમાંથી પાસ થયેલો આ માણસ આપણો હરિ નથી તો કોણ છે બહુરૂપિયો?’ અનિલ રાવલ બધા જ હર્ષાની ચીસ સાંભળીને બહાર આવ્યા. “શું થયું હર્ષાને.? કેમ ચીસ પાડી.? સૌના મનમાં વીજળીની જેમ એક જ પ્રશ્ર્ન ઝબક્યો. હર્ષાનું આમ ચીસ પાડીને બહાર આવી જવાનું કારણ કોઇને સમજાયું નહીં. હર્ષા પોતાની અસ્તવ્યસ્ત સાડીનો પલ્લું ઉપર તાણતા મંગુબા […]

Continue Reading

કૂર્ગ, અરેબિકા અને રોબસ્ટા

રંગ છલકે -ક્ધિનર આચાર્ય કૂર્ગને કારણે જ કર્ણાટક કૉફીનાં ઉત્પાદનમાં દેશભરમાં અવ્વલ છે. દેશનાં કુલ કૉફી ઉત્પાદનમાંથી ૯૨ ટકા તો કર્ણાટક એકલું જ કરે છે. કૂર્ગ અને તેની આસપાસ કોફીનું આખું કલ્ચર વિકસ્યું છે. અમારો ઉતારો કૉફી એસ્ટેટમાં હતો તેથી સ્વાભાવિક રીતે જ અમે ત્યાંના કેરટેકર દંપતીને કોફી વિશે ઘણું પૂછયું, ઘણું જાણ્યું. દુનિયાભરમાં કૉફીની […]

Continue Reading

એવા ચોમાસાના ચાર ચાર મહિના આવ્યા…

આજે આટલું જ -શોભિત દેસાઈ પૂછ નહીં ‘આમ કેમ ચાલે છે?’ ચાલવા દે તું જેમ ચાલે છે અમૃત ઘાયલ… આજ વિચારો છોને તમે સૌ મુંબઇગરાઓ અને મહારાષ્ટ્રના લોકો?!… અને આપણે મુંબઇમાં તો પાછો આ અઠવાડિયે ડબલ બોનાન્ઝા… રાજકીય વાવાઝોડું અને અનરાધાર વરસાદ… નથી જાવું રે આજ કોઇ કામ પર આજ અલ્યા ધીંગા વરસાદ! તારા નામ […]

Continue Reading

એક વત્તા એક બરાબર એક

કેન્વાસ -અભિમન્યુ મોદી ગુજરાતના વડોદરામાં રહેતી ક્ષમા બિંદુ નામની યુવતીએ પોતાની જાત સાથે લગ્ન કર્યાં. આત્મમંથન, આત્મજ્ઞાન, આત્મહત્યા જેવા શબ્દોની હરોળમાં હવે આત્મવિવાહ જેવો એક નવો શબ્દ ઉમેરાયો. આત્મવિવાહ એ એકવીસમી સદીનો નવો મુકામ છે. ક્ષમા બિંદુ ભારતની એવી પહેલી મહિલા છે જેણે કોઈ પુરુષ સાથે લગ્ન કરવાને બદલે પોતાની જાત સાથે લગ્ન કર્યાં છે. […]

Continue Reading

અભિવ્યક્તિની સ્વતંત્રતા, પણ સ્વચ્છંદતા નહીં

*નૂપુર શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટનું આવકાર્ય વલણ * જસ્ટિસ સૂર્યકાંત-પારડીવાળાએ દાખલો બેસાડ્યો *ટીવી ચેનલોને પણ મનસ્વી ડિબેટ અંગે નિર્દેશિકા કારણ-રાજકારણ -ડૉ. હરિ દેસાઈ ભારતીય બંધારણે વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર પ્રત્યેક નાગરિકને બક્ષ્યો છે, પરંતુ એ બેફામપણે અન્યોને દુ:ખ પહોંચાડવા કે વાણીવિલાસ કરીને દેશની પ્રજા કે પ્રજાના અમુક વર્ગ કે કોઈ ધર્મ વિશેષની ભાવનાઓ […]

Continue Reading

આઈલેન્ડ પ્રકરણ ૩૧

પ્રવીણ પીઠડિયા ચોધાર આસુંએ શંકર રડતો હતો. ખબર નહીં કેટલો સમય એજ અવસ્થામાં બેસીને તે આસું સારતો રહ્યો હશે. તે જન્મ્યો ત્યારથી રુદ્ર દેવનાં ખજાનાની અવનવી કહાનીઓ લોક મોઢે સાંભળતો આવ્યો હતો. એ કહાનીઓમાં કોઈને વિશ્વાસ હોય કે ન હોય પરંતુ તે દ્રઢપણે માનતો હતો કે મંદિરમાં ખજાનો છે જ. એનું કારણ તેની રુદ્ર દેવ […]

Continue Reading

વહેલા ઊઠશો નહીં!

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ આ એ વખતની વાત છે, જ્યારે હું લગભગ પાંચમા ધોરણમાં ભણતો હતો. મેં મારા પપ્પાને એક સવાલ પૂછ્યો કે પરોઢિયું અને વહેલી સવારમાં શું તફાવત છે? આમ તો આ એક એકદમ સીધોસાદો (ભોળો) સવાલ હતો, જે રીતે રોજ સવારે સાડા આઠ વાગ્યે ઊંઘીને ઊઠવાવાળું બાળક એના વડીલોને પૂછે છે. […]

Continue Reading