માંડવીના ગોધરામાં જર્જરિત ટાવર પર લહેરાતો તીરંગો ઉતારવા ચઢેલા યુવકનું ટાવર તૂટતા મોત

(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજ: કચ્છના બંદરીય માંડવી તાલુકાના ગોધરા ગામની અંબેધામ શાળામાં બનેલી એક કરુણાંતિકામાં તિરંગો ઉતારવા વાઈફાઈ નેટવર્કના ટાવર પર ચડેલાં યુવકનું જર્જરિત ટાવર તૂટી પડતાં નીચે પટકાવાથી મોત નિપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી હતી. આ અંગે પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, અંબેધામ શાળાના વાઇફાઇ ટાવર પર દેશના ૭૬માં સ્વાતંત્ર પર્વની […]

Continue Reading

ઊનાના ઊંટવાળા ગામે વીજ વાયરથી સિંહણનું મોત: બે ખેડૂતની ધરપકડ

ઊના: પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વન્યપ્રાણીઓનો વસવાટ રહેતો હોય અને અવારનવાર આ વન્યપ્રાણી શિકારની શોધમાં સીમ વિસ્તારોમાં આંટાફેરા મારતા હોય છે. ગત ૧૩ ઑગષ્ટના ઊનાના ઊંટવાળા ગામની સીમમાં જંગલી પ્રાણી સિંહણનું શોર્ટ સક્રિટના કારણે મોત થયું હોવાનું બહાર આવેલ હતું. ત્યાર બાદ જશાધાર રેન્જના આર એફ ઓ એલ.બી. ભરવાડે તાત્કાલીક સિંહણનો મૃતદેહ કબજે કરી એનિમલકેર સેન્ટરમાં […]

Continue Reading

વધામણા:

આજે જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાશે ત્યારે રાજકોટમાં રૈયા ટેલિફોન એક્સ્ચેન્જ રોડ ખાતે કૃષ્ણજન્મના વધામણાની તૈયારી કરવામાં આવી હતી. (પ્રવીણ સેદાની)

Continue Reading

Bilkis Bano Case: વિશ્વ હિંદુ પરિષદે બળાત્કારના દોષિતોનું ફૂલહારથી સ્વાગત કયું, કોંગ્રેસે વડાપ્રધાન પાસે માંગ્યો જવાબ

Ahmedabad: ગુજરાત સરકારની માફી નીતિ હેઠળ જેલમાંથી મુક્ત થયેલા બળાત્કાર અને હત્યા કેસના 11 દોષિતોનું હિન્દુત્વવાદી સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદના(VHP) કાર્યાલય ખાતે પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. VHPના અરવિંદ સિસોદિયા દોષિત રાધેશ્યામનું ફૂલોહાર સાથે સ્વાગત કરતા હોય એવા ફોટો સામે આવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ બુધવારે બિલકિસ બાનો કેસના દોષિતોની મુક્તિ પર પ્રેસ કોન્ફરન્સ […]

Continue Reading

બનાસકાંઠા જિલ્લામાં જળબંબાકાર: પાલનપુર-આબુ હાઈવેની એક બાજુ બંધ, 5 કિમી લાંબો ટ્રાફિકજામ

બનાસકાંઠા જિલ્લામાં(Banaskantha) અનરાધાર વરસાદ વરસી(Heavy rain) રહ્યો છે. વરસાદને પગલે સમગ્ર જિલ્લામાં જળબંબાકારની(Flood) સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે બનાસ નદીમાં બે કાંઠે વહી રહી છે. અનેક ગામોમાં પાણી ભરાયા છે. પાલનપુરથી આબુ રોડ તરફ જવાના હાઇવે(Palanpur-Abu highway) પર પણ ચાર ફૂટ જેટલા પાણી ભરાતા એક તરફનો માર્ગ બંધ કરાયો છે અને નાના […]

Continue Reading

સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડતા નીચાણવાળા વિસ્તારને અલર્ટ કરાયા, 300 લોકોનું સ્થાનાંતર

ઉપરવાસમાં સારા વરસાદને કારણે નર્મદા નદીમાં સતત પાણીની આવક થઇ રહી છે. જેને કારણે સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણીની આવક વધતા જાવક પણ વધારવામાં આવી છે, જેના કારણે ડેમની સપાટીમાં સામાન્ય ઘટાડો થઇ રહ્યો છે. હાલ સરદાર સરોવર ડેમની સપાટી 134.32 મીટર છે. […]

Continue Reading

ગુજરાતમાં નાગ પંચમીની પરંપરાગત ઉજવણી

નાગદેવને કૂલેરના લાડવા અને ખાજાંનો ભોગ (તસવીર: જનક પટેલ અને પ્રવીણ સેદાણી) (અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ: ગુજરાતમાં જન્મા-ષ્ટમીના તહેવારો શરૂ થઈ ગયા છે. રાજ્યમાં મંગળવારે વીરપુર, કાસ્વા, ઉનાવા, જમણાપુર, ઉમેદપુરા, વીડના ગોગાધામ, અડાલજ, ગોગા બાપા નુગરધામ સહિત ઠેર ઠેર નાગ દેવતા મંદિરે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભાવિકોનો ધસારો જોવા મળ્યો હતો. લોકોએ નાગદેવના દર્શન કરીને […]

Continue Reading

ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી વધીને ૧૯.૦૫ ફૂટ પહોંચી

(અમારા પ્રતિનિધિ તરફથી) ભરૂચ: સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૪૫ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા ભરૂચ શહેરના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીના જળસ્તરમાં અઢી ફૂટ જેટલો વધારો નોંધાયો હતો. નદીની જળ સપાટી ૧૯.૦૫ ફૂટે પહોંચતા કિનારાના લોકોને અને નીચાણવાળા વિસ્તારોને સાવધાન રહેવા સૂચના આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્ય મુજબ ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીના […]

Continue Reading

ભરુચમાં ડ્રગ્સ રેડ! 90 કિલો MD ડ્રગ્સ ઝડપાયું, મુંબઈની Anti Narcotics Cell ને મળી હતી માહિતી

ભરુચની પાનોલી GIDCમાં આવેલી કંપનીમાં મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે રેઇડ કરીને અંદાજીત 513 કિલો એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપ્યો હતો. મળતી માહિતી અનુસાર મંગળવારે એટલે કે આજે ભરુચ SOGએ ફરીથી રેડ કરીને અંદાજીત 80થી 90 કિલો MD ડ્રગ્સ પકડી પાડતા સમગ્ર ભરૂચ જિલ્લામાં ચકચાર મચી ગઇ છે. ભરુચના પનોલી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ઇન્ફિનિટી […]

Continue Reading

વડોદરાના સાવલી પાસે ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ: રૂ.1000 કરોડની કિંમતનું 200કિલો ડ્રગ્સ જપ્ત

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં નશીલા દ્રવ્યો પકડાવાનો સિલસિલો યથાવત છે. આજે ગુજરાત ATSને મોટી સફળતા હાથ લાગી છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્ષી ગામે આવેલી નેક્ટર કેમ નામની ફેકટરી પર ATSએ દરોડો પાડી 200 કિલો જેટલું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ.1000 કરોડ જેટલી થવા જઈ રહી છે. જોકે ATSની ટીમ […]

Continue Reading