ઇન્ડિયન ઇન્સિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી) બોમ્બેના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 18 વર્ષિય દર્શન સોલંકીએ 12મી ફેબ્રુઆરીના રોજ હોસ્ટેલની બિલ્ડિંગ પરથી ઝંપલાવી આત્મહત્યા કરી હતી. ત્યારે દર્શને જાતીય ભેદભાવને કારણે ડિપ્રેશનમાં આવી આવું અંતિમ પગલું ભર્યુ હોવાનો આક્ષેપ તેના પરિવારજનોએ કર્યો હતો.
દર્શનના પિતા રમેશભાઇ સોલંકીએ એક વેબ પોર્ટલ સાથે વાત કરતાં જાણાવ્યુ હતું કે દર્શને તેની મોટી બહેન જ્હાનવીને કોલેજમાં જાતીય ભેદભાવ થતો હોવાની વાત કરી હતી. તેણે તેની બહેનને કહ્યુ હતુ કે શેડ્યુલ કાસ્ટના વિદ્યાર્થીઓ અહીં અલગ – અલગ પ્રકારના જાતીય ભેદભાવનો ભોગ બની રહ્યાં છે. અમારી સાથે વિવિધ પ્રકારે રેગીંગ થઇ રહ્યું છે. અમને અભ્યાસમાં પણ અગવડ થઇ રહી છે, જો અમે સિનિયર સાથે વાત કરવા જઇએ તો એ લોકો પણ અમે સરખી રીતે જવાબ આપતા નથી.
તેના મિત્રોએ પણ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધુ હતું જ્યારથી તેમને ખબર પડી કે તે પોતે શેડ્યુલ કાસ્ટમાંથી આવે છે. દર્શને આત્મહત્યાની થોડી પળો પહેલાં જ તેના પિતા સાથે અડધો કલાક સુધી ફોન પર વાત કરી હતી. લગભગ બપોરે 12:20 વાગ્યે તેને તેના પિતાને ફોન કર્યો હતો અને પોતે બે દિવસ બાદ ઘરે આવશે તેવું પણ જણાવ્યુ હતું અને ફોન મૂક્યાની ગણતરીની પળોમાં તેણે પોતાની હોસ્ટેલના આઠમાં માળેથી પડતું મૂકી આત્મ હત્યા કરી હતી. પરિવારે આ અંગે સઘન તપાસની માંગણી કરી છે.
IIT Bombayના વિદ્યાર્થીએ જાતીય ભેદભાવને કારણે આત્મહત્યા કરી : પરિવારનો આક્ષેપ
RELATED ARTICLES