પાટીદારો પરના કેસ ટૂંક સમયમાં પરત ખેંચાશે, વિરમગામના વિધાનસભ્ય હાર્દિક પટેલનો દાવો

60

ચૂંટણી બાદ આજે ગુજરાત વિધાનસભાની પહેલી બેઠક મળી હતી. ચૂંટાયેલા તમામ 182 વિધાનસભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા. પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલે તમામ વિધાનસભ્યોને શપથ લેવડાવ્યા હતા. ત્યારે પાટીદાર યુવા નેતા અને વિરમગામના વિધાનસભ્ય હાર્દિક પટેલે મોટુ નિવેદન આપ્યુ હતું, હાર્દિક પટેલે દાવો કર્યો કે, પાટીદારો પરના કેસ ટુંકસમયમાં પરત ખેંચાશે.
મિડિયા સાથે વાત કરતા હાર્દિક પટેલે કહ્યું હતું કે, પાટીદારો પર થયેલા કેસ અંગે ઝડપથી નિર્ણય લેવાશે. કાયદા પ્રધાન ઋષિકેશ પટેલ સાથે આ અંગે વાતચીત થઇ રહી છે. કાયદાની પક્રિયામાં રહીને કાર્યવાહી કરવામાં આવશે. મારી પર હાલમાં 28 કેસ ચાલુ છે. અમે જ સરકાર અને અમે જ વિપક્ષની ભુમિકા નિભાવીશું. પહેલા નેતાની છબી હતી કે તે ધોતી કુર્તામાં હોય જોકે હવે નવી જનરેશનના નવા યુવાનો નેતૃત્વ કરી રહ્યા છે એટલે જીન્સ શર્ટનો નવો પહેરવેશ જોવા મળશે.
આજે 182 વિધાનસભ્યોમાંથી 11 એવા વિધાનસભ્યો હતા જેમણે સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતા. જયારે પૂર્ણેશ મોદીએ ગુજરાતીના સ્થાને હિન્દીમાં શપથ લીધા હતાં. ફતેસિંહ ચૌહાણે રામના નામે સોંગદ લીધા હતા. જયારે વડગામ સીટ પરથી વિજેતા બનનારા કોંગ્રેસના વિધાનસભ્ય જીગ્નેશ મેવાણીએ બંધારણના સોંગદ ખાઈને શપથ લીધા હતા.
આવતીકાલે મંગળવારે સવારે 10 વાગ્યે સત્ર શરૂ થશે, જેમાં ગૃહના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરાશે, જેમાં અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડનું નામ નિશ્ચિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!