Homeઆમચી મુંબઈટોચની ફિલ્મ નિર્માણ કંપનીના એમડીના નામે મેસેજ મોકલનારા ઠગ સામે ગુનો

ટોચની ફિલ્મ નિર્માણ કંપનીના એમડીના નામે મેસેજ મોકલનારા ઠગ સામે ગુનો

મુંબઈ: ટોચની ફિલ્મ નિર્માણ અને સંગીત કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર હોવાનું જણાવીને આર્થિક, વ્યાવસાયિક અથવા અન્ય ગેરલાભ ઉઠાવવા માટે મેસેજ મોકલવામાં આવી રહ્યા છે, એવી માહિતી મળતાં કંપની દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
નવદીપ કૌરને કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર તરીકેની ઓળખ આપીને મેસેજ પ્રાપ્ત થયા પછી ટી-સિરીઝ દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી, એમ અંબોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
અમુક તોફાનીઓ અથવા ઠગ દ્વારા વિવિધ થર્ડ પાર્ટીઓ પાસેથી ખોટા આર્થિક, વ્યાવસાયિક અથવા અન્ય લાભો મેળવવાના ઇરાદા સાથે ટી-સિરીઝનો એમડી હોવાનું જણાવીને મેસેજ મોકલવામાં આવી રહ્યા છે એવું લાગે છે. ઠગ એમડીના નામનો ઉપયોગ કરી રહ્યા છે અને ફરિયાદી અને તેના એમડી વતી ખોટી રીતે વાટાઘાટ કરી રહ્યા છે. આથી કંપની દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પ્રકરણે ગુનો નોંધવામાં આવ્યો હોઈ વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસનું કહેવું છે. (પીટીઆઈ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular